મહિલા QC ને પુરષો કરતાં ઓછું વળતર

Wednesday 06th January 2021 05:58 EST
 

લંડનઃ સરકારી વિભાગો દ્વારા સિનિયર મહિલા બેરિસ્ટરોને તેમના સમકક્ષ પુરુષો કરતાં ખૂબ ઓછું વેતન ચૂકવાતું હોવાનું ક્રાઉન કોર્ટના જજ એમ્મા નોટે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ખાસ કરીને સૂચના અપાઈ હોય તેમ મહિલા QC ને ગવર્નમેન્ટ લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા કલાક દીઠ સૌથી ઓછો દર ચૂકવાય છે. જજ નોટે કરેલા સંશોધન મુજબગયા જૂન સુધીના છેલ્લાં બે વર્ષમાં લગભગ ૮૦ ટકા મહિલા QC ને સૌથી ઓછા કલાક દીઠ ૧૮૦ પાઉન્ડના દરે રકમ ચૂકવલાઈ હતી. તે પુરુષોને મળતી રકમના ૬૮ ટકા જેટલી હતી.
હાલ રેડિંગ ક્રાઉન કોર્ટમાં ફરજ બજાવતા ભૂતપૂર્વ ક્રિમિનલ લો બેરિસ્ટર નોટે ઉમેર્યું હતું કે સરકાર પુરુષ QCને ૨૭૫ પાઉન્ડનો ઉંચો દર ચૂકવતી હોય તેમ લાગે છે. જજ નોટે કહ્યું કે તેમણે સંશોધન કરેલા આંકડા જ આખી વાત કહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter