લંડનઃ બ્લેકપૂલ વિક્ટોરિયા હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓ પર સેક્સ્યુઅલ એસોલ્ટના 14 આરોપનો સામનો કરી રહેલા સીનિયર હાર્ટ સર્જન 54 વર્ષીય અમલ બોઝની ધરપકડ કરાઇ છે. 2017થી 2022ના સમયગાળામાં અમલ બોઝ સામે હોસ્પિટલની કર્મચારીઓ દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે લેન્કેસ્ટર નજીકના થર્નહામ ખાતેથી ડોક્ટરની ધરપકડ કરાઇ હતી. 2023માં તેમને સસ્પેન્ડ કરાયા તે પહેલાં અમલ બોઝ કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી ડિપાર્ટમેન્ટના વડા તરીકે ફરજ બજાવતા હતા.


