મહિલા કર્મચારીનાં સંતાનોને માતાનું દૂધ પહોંચાડવાની પહેલ

Wednesday 29th August 2018 03:33 EDT
 

લંડનઃ ગોલ્ડમેન સાસ બેન્કે એક અનોખી પહેલ આરંભી છે. કંપનીની મહિલા કર્મચારીઓ ફરજ પર હોય ત્યારે ઘરે રહેતાં નાના બાળકોને માતાનું દૂધ મળી રહે તે માટે કર્મચારીઓને ફ્રીજિંગ કિટ ઉપલબ્ધ કરાવાશે. ડિલિવરી માટે મિલ્કશિપ નામની કંપની સાથે કરાર કરાયા છે, જેનો ખર્ચ કંપની ઉઠાવશે.

આ સુવિધાનો ફાયદો એ મહિલા કર્મચારીઓને મળશે. જેમની ઓફિસ ઘરથી ઘણી દૂર હોય છે. કંપનીનું કહેવું છે કે કેટલીય વખત મહિલાઓ માટે બાળકોની દેખભાળ અને નોકરી એક સાથે કરવી શક્ય હોતી નથી. એ સંજોગોમાં તે સમતલોન બનાવી રાખવા માગે છે. કંપનીનું અનુમાન છે કે આ સુવિધાથી તેના લગભગ ૬ હજાર મહિલા કર્મચારીઓને લાભ થશે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડની કોઈ પણ કંપનીમાં પહેલી વખત નોકરી કરતી મહિલાઓ માટે આ સુવિધા શરૂ કરાઈ છે. અમેરિકામાં કમ્પ્યૂટિંગ કંપની આઈબીએમ અને એસેન્ચર આ પગલાનો અમલ કરી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter