મહિલા દર્દીઓ સાથે છેડછાડ માટે જીપી મોહન બાબુને સાડા 3 વર્ષની કેદ

Tuesday 16th April 2024 10:44 EDT
 
 

લંડનઃ મહિલા દર્દીઓ સાથે છેડછાડ કરવાના આરોપસર 47 વર્ષીય જીપી મોહન બાબુને સાડા 3 વર્ષ કેદની સજા કરાઇ છે. પોતાના હોદ્દાન લાભ લઇને મોહન બાબુ મહિલા દર્દીઓ સારવાર કરાવવા આવતી ત્યારે છેડછાડ કરતો હતો. મોહન બાબુ હેમ્પશાયરના હેવન્ટની સર્જરી ખાતે સપ્ટેબર 2019થી જુલાઇ 2021 સુધી જીપી તરીકે ફરજ બજાવતો હતો ત્યારે આ ઘટનાઓ બની હતી. મોહન બાબુએ કેન્સરથી પીડાતી એક મહિલાને પણ છોડી નહોતી. જોકે તે દોષી ઠર્યો તે પહેલાં જ આ મહિલા દર્દીનું મોત થઇ ચૂક્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter