લંડન
એક મહિલાએ અપહરણ, હુમલા અને બળાત્કારના આરોપ મૂક્યા બાદ મેટ્રોપોલિટન પોલીસના બે અધિકારીની ધરપકડ કરાઇ છે. સાઉથ વેસ્ટ લંડનના કિંગ્સ્ટનમાં આવેલા એક પબ ખાતે મુલાકાત થયા પછી આ બંને અધિકારી અને તેમનો એક સાથી મહિલાને ટેક્સી દ્વારા એક ફ્લેટમાં લઇ ગયાં હતાં. મહિલાએ અપહરણ અને બળાત્કારના આરોપ મૂક્યા બાદ મેટ્રોપોલિટન નોર્થ વેસ્ટ કમાન્ડ યુનિટના બે પોલીસ અધિકારીની ધરપકડ કરાઇ હતી. એક અધિકારી પર અપહરણ અને બળાત્કારના આરોપ મૂકાયા છે જ્યારે બીજા અધિકારી પર અપહરણ અને ડ્રગ્સ રાખવાન આરોપ મૂકાયા છે. તેમના સાથી પર અપહરણનો આરોપ મૂકાયો છે.


