લંડનઃ એક મેન્ટલ હેલ્થ ચેરિટી ખાતે સર્જાયેલા વિવાદમાં મધ્ય વયની અશ્વેત મહિલા માટે “Karen” શબ્દનો ઉપયોગ રેસિસ્ટ અને ગેરકાયદેસર ગણાય તેમ એક જજે જણાવ્યું હતું. “Karen” એક અપમાનજનક અશિષ્ટ શબ્દ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે મધ્યમ વર્ગની સ્ત્રી માટે થાય છે જેને વધુ પડતી માંગણી કરતી માનવામાં આવે છે. આ શબ્દ ઘણીવાર મીમ્સમાં દર્શાવવામાં આવે છે જેમાં મધ્યમ વર્ગની શ્વેત સ્ત્રીઓ દર્શાવવામાં આવે છે જેઓ "પોતાના ગોરા અને વર્ગના વિશેષાધિકારનો ઉપયોગ પોતાની રીતે માંગ કરવા માટે કરે છે..
74 વર્ષીય અશ્વેત ચેરિટી વર્કર સિલ્વિયા કોન્સ્ટન્સે આરોપ મૂક્યો હતો કે તેના બોસ તેને તેની વંશીય ઓળખ અને વયના કારણે લક્ષ્યાંક બનાવી રહ્યાં છે. તેના બોસ તેમના પદના કારણે કોન્સ્ટન્સ સામે સત્તાનો દુરુપયોગ કરી રહ્યાં હતાં.
જજ જ્યોર્જ એલિયોટે જણાવ્યું હતું કે, શબ્દ અપમાનજનક, રેસિસ્ટ, સેક્સિસ્ટ અને ઉંમરનું અપમાન કરતો શબ્દ છે.
ફાર રાઇટ પિતા અને સંતાનો સંગીત દ્વારા વંશીય નફરત ફેલાવવા માટે દોષી
ફાર રાઇટ મ્યુઝિક કમ્પોઝરને કટ્ટરવાદી રોક મ્યુઝિકના પ્રસાર અને રેસિસ્ટ કાર્યક્રમોમાં બાળકો પાસે પરફોર્મ કરાવવા માટે દોષી ઠેરવાયો છે. 56 વર્ષીય રોબર્ટ ટોલાન્ડ અને તેના સંતાનો 36 વર્ષીય સ્ટીફન અને 34 વર્ષીય રોઝીને વૂલવિચ ક્રાઉન કોર્ટ દ્વારા તેમના ગીતો અને સંગીત દ્વારા વંશીય નફરત ફેલાવવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે દોષી ઠેરવાયાં છે. પિતા, પુત્ર અને પુત્રી સંગીત પ્રોગ્રામોમાં નાઝી પ્રેરિત પ્રતિકો સાથે સંગીત પીરસતા હતા અને સમગ્ર યુકે અને યુરોપમાંના ગ્રાહકનોને મેઇલ ઓર્ડર દ્વારા રેકોર્ડિંગ મોકલી આપતાં હતાં. તેઓ કોન્સર્ટો ખાતે પોતાની પ્રસ્તુતિમાં વંશીય નફરતને પ્રોત્સાહન આપતાં હતાં.