મહિલાઓની કમાણી પુરુષોથી ઓછી

Tuesday 12th April 2016 11:05 EDT
 
 

લંડનઃ પુરુષો જેટલી જ રોજગારલક્ષી લાયકાત ધરાવતી ૨૨-૩૦ વર્ષની મહિલાઓની આવક તેમના વયજૂથના વયના પુરુષો કરતાં ૧૫ ટકા ઓછી હોવાનું ટ્રેડ યુનિયન કોંગ્રેસ (TUC)ના વિશ્લેષણમાં જણાયું હતું. GCSE લેવલથી વધુ અભ્યાસ કરનારા પુરુષોની કલાક દીઠ ૧૦ પાઉન્ડની આવક સામે મહિલાઓ ૮.૫ પાઉન્ડની આવક મેળવે છે.

આ ૧૫ ટકાની વેતનખાઈ સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો અને યુવતીઓ વચ્ચે ૧૦ ટકાની લૈંગિક વેતનખાઈ તેમજ ૨૨-૩૦ની વયના કામદારોના કલાક દીઠ ગ્રોસ વેતનના આંકડાની ગણતરી બાદના સરેરાશ ૯ ટકાની વેતનખાઈ કરતાં પણ ખૂબ વધુ છે.

TUCના જનરલ સેક્રેટરી ફ્રાન્સીસ ઓ ગ્રેડીએ જણાવ્યું હતું કે આ તફાવતનું એક કારણ એ પણ છે કે મહિલાઓ જે સેક્ટરમાં પગારધોરણ ઓછું છે ત્યાં મુખ્યત્વે કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter