લંડનઃ મે-ફેરમાં પ્રાઇવેટ મેમ્બર ક્લબ ખાતે એક મહિલાના ડ્રિંકમાં ડેટ રેપ ડ્રગ મિલાવવા માટે મિચિલિન સ્ટાર ધરાવતી બે રેસ્ટોરન્ટના માલિક 63 વર્ષીય બિઝનેસમેન વિકાસ નાથને દોષી ઠેરવવામાં આવ્યા છે. વિકાસ નાથે મહિલા પર નશાની હાલતમાં બળાત્કાર કરવાનું કાવતરુ ઘડ્યું હતું.
સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, ટર્મડીલ લિમિટેડના ડિરેક્ટર વિકાસ નાથ વેનિલા બોટલમાં ડ્રગ લઇને આવ્યા હતા અને બારનો સ્ટાફ તેમને મહિલાના ડ્રિંકમાં તે મિલાવતા જોઇ ગયો હતો. મહિલા તે ડ્રિંક પીવે તે પહેલા સ્ટાફે તેને અટકાવી હતી.
શુક્રવારે જ્યુરીએ વિકાસ નાથને દોષી ઠેરવ્યા હતા. વિકાસ નાથે ચુકાદા સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિકાસ નાથના કેસની સુનાવણી કરી રહેલા ભારતીય મૂળના જજ ઉષા કારુએ જણાવ્યું હતું કે, સજાની સુનાવણી હવે પછી કરાશે અને ત્યાં સુધી વિકાસ નાથ જેલમાં રહેશે.

