મહિલાની સતત છેડતી માટે આમિર ખાનને 5 વર્ષની કેદ

Tuesday 26th March 2024 10:27 EDT
 
 

લંડનઃ એક મહિલાની સતત છેડતી અને બ્લેકમેઇલ કરવા માટે સ્લાઉના 50 વર્ષીય આમિર કયુમ ખાનને ક્લાઇવ કોર્ટ દ્વારા પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આમિર સપ્ટેમ્બર 2021થી ફેબ્રુઆરી 2023ની વચ્ચે એક 30 વર્ષની વયની મહિલાનો સતત પીછો કરતો અને તેને અશ્લિલ મેસેજ મોકલતો હતો. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, તેણે આ મહિલા, તેના પરિવાર અને મિત્રોનો સંપર્ક કરવાનો પણ સતત પ્રયાસ કર્યો હતો. આમિર દ્વારા કરાતી હેરાનગતિના કારણે મહિલાના રોજિંદા જીવન પર ગંભીર અસરો પડી હતી અને તે ડિપ્રેશનનો શિકાર બની હતી.

સ્લાઉ સીઆઇડીના ડિટેક્ટિવ સાર્જન્ટ ટોમ હરમને જણાવ્યું હતું કે, આમિર દ્વારા મોકલાતા મેસેજથી આ મહિલા ઘણી વિચલિત રહેતી હતી. ખાનના કૃત્ય અસ્વીકાર્ય હતાં. આમિરને આ પ્રકારની સજા આપવા માટે હું અદાલતનો આભારી છું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter