મહેક શર્માની હત્યા માટે પતિ સાહિલ શર્માને દોષી ઠેરવાયો

Tuesday 13th February 2024 12:19 EST
 
 

લંડનઃ ઓક્ટોબર 2023માં ક્રોયડોનમાં એશ ટ્રી વે ખાતે પોતાની જ પત્ની મહેક શર્માની હત્યા કરનાર સાહિલ શર્માને દોષી ઠેરવાયો છે. સાહિલે પોતાના જ ઘરમાં પત્ની મહેકની હત્યા કરી હતી અને જાતે જ પોલીસને કોલ કરીને બોલાવી હતી. 29 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 4.15 કલાકે સાહિલે પોલીસને કોલ કરીને જણાવ્યું હતું કે મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે. ઘટનાસ્થળે દોડી ગયેલા પોલીસ અધિકારીઓને ગળામાં ચાકુના ઘા સાથે બેભાનાવસ્થામાં મળી આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી મેડિકલ ટીમે મહેકને બચાવવાના ઘણા પ્રયાસ કર્યાં હતાં પરંતુ 20 મિનિટમાં જ તેનું મોત નિપજ્યું હતું. સાહિલે 8 ફેબ્રુઆરી 2024ના રોજ કિંગસ્ટન ક્રાઉન કોર્ટ ખાતે પોતાનો અપરાધ કબૂલી લીધો હતો. અદાલત હવે 26 એપ્રિલના રોજ સજાની સુનાવણી કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter