મહેનતુ પત્રકાર, માર્કેટિંગ એન્ડ પ્રમોશન એક્ઝિક્યુટિવ તથા એડવર્ટાઈઝિંગ સેલ્સ એક્ઝિક્યુટિવ માટે સોનેરી તક

Thursday 30th August 2018 02:41 EDT
 
 

બ્રિટનથી છેલ્લા ૪૬ વર્ષથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબારો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’માં આપ પણ જોડાવાની સોનેરી તક મેળવી શકો છો.
વિશ્વભરમાં છાપાં અને મેગેઝિનોનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે એવી આગાહીઓની સામે ઝીંક ઝીલીને બંને સમાચારપત્રો ૨૫૦૦૦ જેટલી કોપીનું સબસ્ક્રિપ્શન ધરાવે છે. કારણ કે પબ્લિકેશન હાઉસનું દૃઢપણે માનવું છે કે ઘટનાઓ જૂની થાય છે, પણ એ અંગેના દસ્તાવજો ક્યારેય જૂના થતાં નથી અને અખબારો એ દસ્તાવેજ છે.
રેડિયો, ટેલિવિઝન અને ન્યૂઝ ચેનલોના આગમન પછી પણ પ્રિન્ટ મીડિયા ટકી જ રહ્યું છે. ઈન્ટરનેટના માધ્યમથી પણ સમાચારો વહેતાં થઈ રહ્યાં છે તો આ આધુનિકતાને અપનાવતાં આ કંપનીની વેબસાઈટ આશરે ૨૦૦૦૦૦થી વધુ વાચકો ધરાવે છે, પણ અખબારોનું અસ્તિત્વ પણ જીવંત રહે એ ટક્કર પણ ઝીલી છે.
પ્રકાશનગૃહ માને છે કે, મીડિયાની આ પરિવર્તનશીલતાની પ્રક્રિયામાં વાચકોને સમર્પિત અને સત્ત્વશીલ વાચનસામગ્રી આપનાર છાપાં-મેગેઝિનોનું અસ્તિત્વ કદી જોખમાઈ શકે નહીં. આધુનિક શોધોના કારણોસર પ્રિન્ટ મીડિયા ભુંસાઈ જશે કે એનું મહત્ત્વ ઘટી જશે નહીં.
ટીવી ચેનલ પાસે લાઈવ ટેલિકાસ્ટની ત્વરા છે અને ઈન્ટરનેટ પાસે બહોળો વ્યાપ છે તેથી તે વિશ્વને આવરી લેતું ફલક છે, પણ પ્રિન્ટ મીડિયા પાસે ઊંડાણની તાકાત છે. ઝડપી છતાં આંખે જોયેલી ઘટનાનું વિવરણ કરતા પ્રબળ શબ્દોનું સાતત્ય છે.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’માં માત્ર સમાચારો જ નહીં, પરંતુ વાચકોને કોઈ મુદ્દા વિશે બારીકાઈથી સમજ આપતા, જાણકારી આપતા ઈન્ટરપ્રીટેટિવ આર્ટિકલ્સ પણ અપાય છે.
વાચકો પ્રત્યેની વફાદારી, વાચકો સાથેનો નાતો અને વિદેશમાં વસતા એશિયાઈ સમાજને સ્પર્શતા મુદ્દાઓ અંગે એ હદની સંવેદનશીલતા કે વાચકો સહિત એશિયાઈ સમાજ માટે ‘એશિયન બિઝનેસ પબ્લિકેશન’ દ્વારા કોઈની પણ શેહ શરમ કે દબાણ ફગાવીને લોકોપયોગી મુદ્દાઓ અંગે ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે.
નેવુંના દાયકામાં વોટફર્ડ નોર્થ લંડનના હરેકૃષ્ણ મંદિર માટે ‘સેવ ધ ટેમ્પલ’ ચળવળ હાથ ધરવામાં આવી હતી. જેના દ્વારા હજારો હરિભક્તો આજે આ મંદિરમાં ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ આંદોલન પણ હાથ ધરવામાં આવ્યું અને એ પછી ભારતની નરેન્દ્ર મોદી સરકારે આ મુદ્દે ખાસ કમિટી રચીને ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
વાચકો અજાણતાં પણ ગેરમાર્ગે દોરાય નહીં તે માટે તગડા આર્થિક લાભ મળવા છતાં બંને અખબારોમાં જ્યોતિષ કે જંતર મંતર (બ્લેક મેજિક) જેવી એક પણ જાહેરખબર લેવામાં આવતી નથી.
ટેલિવિઝન કે ઈન્ટરનેટ જોડે રેટરેસમાં ઊતરીને કેટલાંય છાપાં-મેગેઝિન પણ વિશ્લેષ્ણ વિનાનું વાંચન આપતાં થયાં છે, પણ ગંભીરતા તથા લાંબા ગાળા માટે ઉપયોગી એવા જર્નલિઝમ માટે પ્રિન્ટ મીડિયામાં જેટલો સ્કોપ અગાઉ હતો એટલો જ અત્યારે પણ છે. તેવી સૂઝ અને ભેખ સાથે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાપ્તાહિક સમાચાર પત્રો પણ જિજ્ઞાસુઓને તેમજ કારકિર્દી પ્રત્યે નિષ્ઠાવાન વાંચ્છુકોને તક આપવા માટે વચનબદ્ધ છે. કંટાળાજનક બન્યા વિના અને આંખોને ગમે એવી ડિઝાઈન અને પ્રોડક્શન વેલ્યુ ધરાવતા આ અખબારો સચોટ પત્રકારત્વ કરતાં રહે છે.
આ જ્ઞાનયજ્ઞમાં જોડાવા હાલમાં તમારી યોગ્યતા મુજબ તમને તક સાંપડી શકે છે જે અહીં દર્શાવી છે.

•••

પત્રકાર
એશિયન વોઈસ
અનુભવી - બિનઅનુભવી
(લંડન સ્થિત મુખ્ય કાર્યાલય માટે)
જરૂરી લાક્ષણિક્તાઃ
અંગ્રેજીમાં રિપોર્ટિંગ, રાઈટિંગ અને એડિટિંગનું કૌશલ્ય
સચોટ સમાચાર સૂઝ
વાચકોની વાચન ક્ષુધાની જાણકારી
સંપર્ક સૂત્રો વિકસાવવા
ડેડલાઈન ફોલો કરવાની આવડત

•••

માર્કેટિંગ એન્ડ પ્રમોશન એક્ઝિક્યુટિવ
ગુજરાત સમાચાર – એશિયન વોઈસ
અનુભવી - બિનઅનુભવી
(લંડન સ્થિત મુખ્ય કાર્યાલય માટે)
જરૂરી લાક્ષણિક્તાઃ
માર્કેટિંગ અને કમ્યુનિકેશનનું કૌશલ્ય
માર્કેટ તથા માર્કેટ સ્ટ્રેટેજી અંગેની કોઠાસૂઝ
સમાચાર પત્રો અને ઇવેન્ટ માટે માર્કેટિંગ પ્લાન બનાવીને રજૂ કરવા
સોશિયલ મીડિયા માર્કેટિંગ સ્ટ્રેટેજીની આવડત

•••

એડવર્ટાઈઝિંગ સેલ્સ એક્ઝિક્યુટિવ
ગુજરાત સમાચાર – એશિયન વોઈસ
અનુભવી - બિનઅનુભવી
(લંડન સ્થિત મુખ્ય કાર્યાલય માટે)
જરૂરી લાક્ષણિક્તાઃ
માર્કેટની જાણકારી હોવી
ક્લાયન્ટ સાથે મુલાકાત કરી પબ્લિકેશન અંગે જાણકારી દ્વારા જાહેરખબર મેળવવી
જાહેરખબરના ડિઝાઈનિંગ માટે માર્ગદર્શન અને સૂચના આપવી
રેવન્યુ જનરેટ કરવી

•••

એડવર્ટાઈઝિંગ સેલ્સ એક્ઝિક્યુટિવ
ગુજરાત સમાચાર – એશિયન વોઈસ
અનુભવી - બિનઅનુભવી
( અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ માટે)
જરૂરી લાક્ષણિક્તાઃ
માર્કેટની જાણકારી હોવી
ક્લાયન્ટ સાથે મુલાકાત કરી પબ્લિકેશન અંગે જાણકારી દ્વારા જાહેરખબર મેળવવી
જાહેરખબરના ડિઝાઈનિંગ માટે માર્ગદર્શન અને સૂચના આપવી
રેવન્યુ જનરેટ કરવી

•••

લંડન સ્થિત કાર્યાલયમાં કાર્ય કરવા ઇચ્છુકો તેમનો રિઝ્યુમ કસ્ટમર સર્વિસ મેનેજર [email protected]ને મોકલી શકે છે.
સંપર્કઃ 02077494060

•••

અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં કાર્ય કરવા ઇચ્છુકો તેમનો રિઝ્યુમ અમદાવાદ સ્થિત બ્યુરો ઓફિસમાં બિઝનેસ કોઓર્ડિનેટર તરીકે કાર્યરત [email protected]ને મોકલી શકે છે.
સંપર્કઃ 91 79 26465960
વેબઃ WWW.ABPLGROUP.COM


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter