લંડનઃ બ્રિટિશ ટાયકૂન માઇક જટાણિયાના નેતૃત્વ હેઠળના જૂથે નાદારીમાં સપડાયેલી ધ બોડી શોપને ખરીદવાનો નિર્ણય કર્યો છે. આગામી કેટલાંક સપ્તાહમાં આ સોદો પાર પડાય તેવી સંભાવના છે. નવા માલિકોમાં જટાણિયાના ઇવેસ્ટમેન્ટ ફંડ ઔરિયા હોલ્ડિંગ, બેન્કરો પૌલ રફાએલ,અને મોલ્ટન બ્રાઉન બ્રાન્ડના પૂર્વ સીઇઓ ચાર્લ્સ ડેન્ટન રહેશે.
આ સોદા અંતર્ગત આ ગ્રુપ હવે બોડી શોપના યુકેના સ્ટોર્સનું સંચાલન કરશે. મેનેજમેન્ટ ટીમને યથાવત રાખવામાં આવશે. જોકે હજુ આ સોદાની વધુ વિગતો જાહેર કરાઇ નથી. 1976માં સ્થાપિત બોડી શોપ પ્રાણીઓ પર પ્રયોગ ન કરાયાં હોય તેવા કોસ્મેટિક ઉત્પાદનો માટે લોકપ્રિય બની હતી.


