માઇગ્રન્ટ માતાઓને બાળકોથી દૂર રાખતી હોમ ઓફિસની અમાનવીય નીતિ

હેલ્થકેરમાં કામ કરતી માતાઓના સંતાનોને વિઝા આપવાનો ઇનકાર

Tuesday 23rd January 2024 11:29 EST
 
 

લંડનઃ હોમ ઓફિસ દ્વારા યોજનાબદ્ધ રીતે યુકેમાં કામ કરતી માઇગ્રન્ટ માતાઓને તેમના બાળકોથી દૂર રખાતી હોવાના આરોપ મૂકાયા છે. સરકાર અમાનવીય નીતિ અંતર્ગત એનએચએસ અથવા તો સોશિયલ કેરમાં કામ કરવા બ્રિટન આવેલી સિંગલ મધરના સંતાનોને વિઝા આપવાનો ઇનકાર કરી રહી છે. આ પ્રકારના સંખ્યાબંધ કિસ્સા સામે આવ્યાં છે. સરકાર કહે છે કે તેમને વિઝા આપવાના મજબૂત કારણો દેખાતા નથી.

સરકારની આ અન્યાયી નીતિના કારણે બ્રિટનમાં કામ કરી રહેલી માઇગ્રન્ટ માતાઓને તેમના સંતાનોને તેમના દેશમાં સગાં અથવા તો મિત્રોના આધારે છોડવાની ફરજ પડી રહી છે. તેમાં ભારતથી આવેલી માતાઓનો પણ સમાવેશ થાય છે.

માતાઓનો આરોપ છે કે અમે બ્રિટન આવ્યાં ત્યારે અમને અમારા એમ્પ્લોયર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમારા સંતાનોને યુકેમાં લાવી શકાશે.  તાજેતરમાં ઇમિગ્રેશન નિયમોમાં બદલાવ થયા બાદ કહેવામાં આવ્યું હતું કે, હેલ્થકેરમાં કામ કરતી માતાઓ તેમના નિકટના પરિવારજનોને લાવી શકશે. પરંતુ હવે જ્યારે તેમણે બાળકોના વિઝા માટે અરજી કરી તેને નકારી કાઢવામાં આવી છે.

ઉલટાનો હોમ ઓફિસ આ માતાઓને એવો સવાલ કરી રહી છે કે શા માટે તેમના બાળકો દાદા-દાદી અથવા તો અન્ય પરિવારજન સાથે ન રહી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter