માઇગ્રન્ટ વર્કર્સ સેટલમેન્ટ રાઇટ્સ પર માહમૂદની તરાપથી લેબર સાંસદોમાં ઉગ્ર રોષ

100 કરતાં વધુ સાંસદ, લોર્ડ્સ અને યુનિયન લીડર્સની યોજના પડતી મૂકવા માગ

Tuesday 17th February 2026 11:06 EST
 

લંડનઃ માઇગ્રન્ટ વિઝા અને માઇગ્રન્ટ વર્કર્સના સેટલમેન્ટ રાઇટ્સ નિયંત્રિત કરવાની હોમ સેક્રેટરી શબાના માહમૂદની યોજના સામે લેબર પાર્ટીમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. 100 કરતાં વધુ સાંસદ, લોર્ડ્સ અને યુનિયન લીડર્સે માહમૂદને તેમની યોજના પડતી મૂકવા જણાવ્યું છે. માહમૂદની યોજના મુજબ માઇગ્રન્ટ વર્કર્સને યુકેમાં સેટલમેન્ટ રાઇટ માટેનો સમયગાળો પાંચ વર્ષથી લંબાવીને 10 વર્ષ કરાયો છે. લેબર બળવાખોરોનું માનવું છે કે તેનાથી આર્થિક વિકાસને અસર થશે અને જાહેર સેવાઓ ખોરવાશે.

માહમૂદને લખેલા પત્રમાં લેબર બેક બેન્ચર્સે જણાવ્યું છે કે તેમની યોજનાથી સોશિયલ કેર સહિતના મહત્વના સેક્ટરોને નુકસાન થશે. યુનિયન લીડર્સનો આરોપ છે કે જે લોકો યુકેમાં છે તેમની ભાવિ યોજનાઓ ખોરવાઇ જશે.

હોમ સેક્રેટરીના પ્રસ્તાવ અનુસાર યુકેમાં પરમેનેન્ટ રેસિડેન્સી માટેનો સમયગાળો પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરાશે. તેમાં પણ સોશિયલ કેર સહિતના લો-સ્કીલ્ડ વર્કર્સને યુકેમાં કાયમી વસવાટ માટેની પરવાનગી મેળવવાનો સમયગાળો 15 વર્ષ સુધી લંબાઇ શકે છે. આમ પણ સોશિયલ કેરમાં 1,10,000 વર્કર્સની અછત પ્રવર્તી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter