લંડનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન કેર સ્ટાર્મરને ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અટકાવવા સેનાની મદદ લેવા સૂચન કર્યું છે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે ગેરકાયદેસર માઇગ્રેશન દેશોનો આંતરિક વિનાશ નોતરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, તમે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સમસ્યાથી પીડિત છો. મેં વડાપ્રધાનને જણાવ્યું છે કે હું તે અટકાવી શકું છું. ગેરકાયદેસર માઇગ્રેશનને અટકાવવા તમે કેવા પ્રકારના પગલાં લો છો તે જરૂરી નથી. તમે સેનાની મદદ પણ લઇ શકો છો. જોકે સરકારે ટ્રમ્પના સૂચનને નકારી કાઢ્યું છે. સ્ટાર્મર સરકારના કેબિનેટ મિનિસ્ટર પીટર કાયલેએ જણાવ્યું હતું કે, સેના દેશની સુરક્ષા માટે છે નહીં કે ચેનલ પાર કરતા રાજ્યાશ્રયવાંચ્છુઓને અટકાવવા માટે.

