માઇગ્રેશન બિલમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓની અટકાયતની સમયમર્યાદા સુધારાઇ

બાળકોને અટકાયતના આઠ દિવસ બાદ ઇમિગ્રેશન જામીન, ગર્ભવતી મહિલાને 72 કલાક સુધી જ અટકાયતમાં રાખવાની જોગવાઇ

Tuesday 11th July 2023 12:59 EDT
 
 

લંડનઃ માઇગ્રેશન બિલ પસાર કરાવવા માટે સરકારે બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટેનો અટકાયતનો સમયગાળો મર્યાદિત કરવાની ઓફર આપી છે. હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા આ બિલમાં 20 સુધારા સૂચવાયા છે જોકે કન્ઝર્વેટિવ સાંસદો દ્વારા મોટાભાગના સુધારા નકારી કાઢવામાં આવે તેવી સંભાવના છે.

સરકાર ઇંગ્લિશ ચેનલ દ્વારા યુકેમાં થતી ઘૂસણખોરી પર લગામ કસવા માટે રાજ્યાશ્રય માટેના નિયમો અને શરતો વધુ આકરા બનાવવા ઇચ્છે છે. આ બિલ પસાર થતાં સરકાર યુકેમાં ગેરકાયદેસર આવતા વિદેશીઓની ધરપકડ કરીને તેમને રવાન્ડા અથવા તો અન્ય સુરક્ષિત દેશમાં મોકલી આપવાની સત્તા મેળવશે. આ બિલમાં સરકારે અનાથ બાળકો અને ગર્ભવતી મહિલાઓની અટકાયત માટેની સમયમર્યાદા હટાવી લીધી હતી પરંતુ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા આ સમયમર્યાદા ફરી દાખલ કરાઇ હતી. હવે સરકારે આ બિલમાં સુધારો કરીને અનાથ બાળકોને અટકાયતમાં રખાયાના આઠ દિવસ બાદ ઇમિગ્રેશન જામીન આપવાની જોગવાઇ દાખલ કરી છે. તે ઉપરાંત ગર્ભવતી મહિલાને 72 કલાક સુધી જ અટકાયતમાં રાખવાનો પણ સુધારો દાખલ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter