લંડનઃ ગત બે વર્ષમાં ઈંગ્લેન્ડની શેરીઓમાં ઊંઘી જનારા લોકોની સંખ્યામાં ૫૦ ટકાની વૃદ્ધિ થઈ હોવાનું સત્તાવાર આંકડા જણાવે છે. આ રીતે શેરીઓમાં સૂતાં લોકોમાં વિદેશીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. લંડનમાં કરાયેલા અભ્યાસ મુજબ આવા વિદેશીઓમાં રોમાનિયા, પોલેન્ડ અને લિથુઆનિઆથી આવનારા લોકોનો હિસ્સો એક તૃતીઆંશ છે. વિવિધ ચેરિટીઝ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા સરકારને જણાવાયું છે.
ગત ઓટમમાં સમગ્ર દેશમાં એક રાત્રિના અભ્યાસમાં ૪,૧૩૪ લોકો શેરીઓમાં સૂઈ રહેલાં જણાયાં હતાં, જ્યારે ૨૦૧૪માં આ સંખ્યા ૨,૭૪૪ અને ૨૦૧૦માં ૧,૭૬૮ની હતી. તારણો જણાવે છે કે વેસ્ટમિન્સ્ટર (૨૬૦), બ્રાઈટન એન્ડ હોવ (૧૪૪), કોર્નવોલ (૯૯), માન્ચેસ્ટર (૭૮), અને લૂટન (૭૬) ઉપરાંત, બ્રિસ્ટોલ, બેડફર્ડ અને બર્મિંગહામમાં પણ રફ સ્લીપર્સની સંખ્યા વધુ જણાઈ હતી.
રફ સ્લીપર્સની કુલ સંખ્યામાં ૫૦૦થી વધુ સ્ત્રીઓ હતી અને ૨૫થી ઓછી વયના લોકોની સંખ્યા ૩૦૦થી વધુ હતી.


