લંડનઃ માઈગ્રન્ટ્સ રોયલ પાર્ક્સમાં ફરતા હંસો અને કાર્પ માછલીઓ મારીને ખાઈ જાય છે તેવા રિફોર્મ યુકેના નેતા નાઈજેલ ફરાજના દાવાઓને રોયલ પાર્ક્સ ચેરિટી દ્વારા ફગાવી દેવાયા છૈ. ફરાજે LBC સમક્ષ સમક્ષ દાવો કર્યો હતો કે પૂર્વ યુરોપિયન માઈગ્રન્ટ્સ રપોયલ પાર્ક્સ અને યુકેના તળાવોમાંથી હંસોને ખાવા માટે પકડી જાય છે.
રોયલ પાર્ક્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોકો લંડનના હાઈડ પાર્ક, ગ્રીનિચ પાર્ક, અને રિચમોન્ડ પાર્ક સહિત આઠ રોયલ પાર્ક્સમાંથી હંસોની હત્યા કરતા હોય કે ખાઈ જતા હોય તેવી કોઈ ઘટના અમારી સમક્ષ આવી નથી. પાર્ક્સના હંસોની સુરક્ષા મુદ્દે વાઈલ્ડલાઈફ અધિકારીઓ સ્વાન સેન્ક્ચ્યુરી સાથે સતત કાર્ય કરે છે.
ગયા વર્ષે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં હેઈટી માઈગ્રન્ટ્સ બિલાડીઓ અને કૂતરાંને કાઈ જતા હોવાનો પાયાવિહોણો દાવો કર્યો હતો તેના અનુસંધાને નાઈજેલ ફરાજને પ્રશ્ન કરાયો હતો. ફરાજે વાતચીતને વાળી દાવો કર્યો હતો કે પૂર્વ યુરોપીય માઈગ્રન્ટ્સ રોયલ પાર્ક્સ અને તળાવોમાંથી હંસો અને કાર્પ માછલીઓને મારી ખાઈ જાય છે.

