માણસનાં શરીર જેવા આકારનાં મશરૂમ

Wednesday 29th April 2015 08:47 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં કેટલાક તજજ્ઞોએ મશરૂમની એક નવી પ્રજાતિ શોધી છે. આ પ્રજાતિની ખાસિયત એ છે કે, તેનો આકાર અદ્દલ માણસનાં શરીર જેવો છે. નોરફ્લોકના કોકલી ક્લે વિસ્તારમાં જોનાથન રિવિટ્ટે દ્વારા શોધવામાં આવેલી મશરૂમની આ નવી પ્રજાતિનું નામ 'જેસ્ટ્રમ બ્રિટાનિકમ' રાખવામાં આવ્યું છે.
જોનાથનનું કહેવું છે કે, 'આ મશરૂમ ખરેખર માણસના આકાર જેવા લાગે છે, તેને અદ્દલ માણસ જેવા જ માથું અને પગ છે. તેના આવા આકારને કારણે મારું ધ્યાન તેમના તરફ આર્કિષત થયું હતું.'
આશ્ચર્યની વાત તો એ છે કે, વર્ષ ૨૦૦૦માં જ તેને શોધી કાઢવામાં આવી હોવા છતાં તે મશરૂમની પ્રજાતિ હોવાનું નિશ્ચિત થઈ શક્યું નહોતું.
જોકે છેલ્લાં ૪૦ વર્ષ માયકોલોજી (ફૂગનું વિજ્ઞાન) પર કામ કરી રહેલા જોનાથને આ મશરૂમની પ્રજાતિ હોવાની વાતની પુષ્ટિ કરી હતી. આ મશરૂમની નવી પ્રજાતિના ડીએનએ ટેસ્ટ દ્વારા તેની પ્રજાતિ નિશ્ચિત કરવામાં સફળતા હાંસલ થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter