માતાનો જીવ બચાવનાર છ વર્ષની બાળકીનું લંડન એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા બહુમાન

Tuesday 14th April 2026 11:54 EDT
 
 

લંડન: દક્ષિણ લંડનના ક્રોયડન વિસ્તારમાં એક છ વર્ષની બાળકીએ પોતાની સૂઝબૂઝ અને હિંમતથી પોતાની માતાનો જીવ બચાવ્યો હતો. ગત ઉનાળામાં જ્યારે ૩૬ વર્ષીય કેરોલ અચાનક બેભાન થઈ ગઇ ત્યારે તેમની પુત્રી પર્લે તુરંત 999 નંબર પર કોલ કરીને મદદ માંગી હતી. આ બહાદુરી બદલ લંડન એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા પર્લ અને તેની ચાર વર્ષની નાની બહેન અમેલિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.

કેરોલને બ્રેઈન હેમરેજ થયું અને તે સોફા પર ઢળી પડી ત્યારે પર્લે ગભરાયા વગર પોતાની માતાનો ફોન અનલોક કર્યો અને ઇમરજન્સી નંબર ડાયલ કર્યો. તેણે કોલ હેન્ડલરને અત્યંત સચોટ માહિતી આપી હતી.  

માહિતી મળ્યાની પાંચ મિનિટની અંદર પેરામેડિક શાર્લોટ એઝબિટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, આ નાની બાળકીઓએ તેમની માતાનો જીવ બચાવ્યો છે. તેઓ ડરેલા હોવા છતાં અત્યંત શાંત રહ્યા અને મને ઘરનું સરનામું સમજાવવા તેમજ હોસ્પિટલ માટે જરૂરી સામાન પેક કરવામાં પણ મદદ કરી.

બન્ને બહેનોને એમ્બ્યુલન્સની મુલાકાત કરાવી 'પ્રશંસા પત્ર' એનાયત કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter