માનવ તસ્કરોને હજારો હોડીઓ પૂરી પાડનાર એડમ સાવાસને 11 વર્ષની કેદ

Tuesday 13th January 2026 10:26 EST
 
 

લંડનઃ ઇંગ્લિશ ચેનલ દ્વારા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને યુકે પહોંચાડવા માનવ તસ્કરોને હજારો નાની હોડીઓ અને એન્જિન પૂરા પાડનાર એડમ સાવાસને 11 વર્ષની કેદ અને 3,46,000 પાઉન્ડનો દંડ ફટકારાયો છે. નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા સાવાસને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો હતો. 2019થી 2024 વચ્ચે તેણે માનવ તસ્કરી કરતી ગેંગોને હજારોની સંખ્યામાં નાની હોડીઓ પૂરી પાડી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે, તૂર્કીશ નાગરિક એવા સાવાસે આ વેચાણ દ્વારા મિલિયનો પાઉન્ડની કમાણી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter