માનવતાની સેવા માટે કિંગ ચાર્લ્સ દ્વારા નવો મેડલ શરૂ કરાયો

Tuesday 25th July 2023 12:10 EDT
 
 

લંડનઃ ધરતીકંપ, પૂર જેવી કુદરતી હોનારતો અને ઇમર્જન્સીમાં બચાવ કાર્યમાં જોડાનારા લોકોને સન્માનિત કરવા નવો બ્રિટિશ મેડલ શરૂ કરાશે. કિંગ ચાર્લ્સ દ્વારા અપાનારા આ સન્માનમાં ઇમર્જન્સી કામદારો, બચાવ ટુકડીઓ સહિત ચેરિટી, સર્વિસ પર્સોનલ અને હેલ્થ વર્કર્સ દ્વારા કરાયેલી સેવાઓને ધ્યાનમાં લેવાશે. યુકે અને વિદેશમાં કુદરતી હોનારતોમાં અદ્દભૂત સાહસ દર્શાવી બચાવકાર્ય કરનારને આ સન્માન અપાશે. તેમાં કુદરતી હોનારતો ઉપરાંત યુદ્ધગ્રસ્ત વિસ્તારો અને મહામારીનો પણ સમાવેશ કરાયો છે. કેબિનેટ ઓફિસે જણાવ્યું હતું કે, આ માનવીય મેડલ યુકે સરકાર વતી રાહત કાર્યમાં જોડાનારને અપાશે પરંતુ તે ફક્ત બ્રિટિશ નાગરિકો પૂરતો મર્યાદિત નહીં રહે. આ મેડલ પર એકતરફ કિંગ ચાર્લ્સની તસવીર રહેશે જ્યારે બીજીતરફ માનવતાની સેવા માટે એવું લખાણ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter