લંડનઃ સ્લાઉના ઉસ્માન હનીફનેએક વ્યક્તિની હત્યા માટે આયલ્સબરી ક્રાઉન કોર્ટ દ્વારા સાડા 3 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. 20 જુલાઇ 2024ના રોજ ઉસ્માન હનીફે જ્હોન બેરી નામની વ્યક્તિને મુક્કો મારી દેતાં તે ગંભીર ઇજા સાથે બેભાન બની ગયો હતો અને 3 દિવસ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હનીફની તે જ દિવસે ધરપકડ કરી લેવાઇ હતી. બે મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, બેરીએ તેમની સાથે છેડતી કરી શારીરિક અડપલાં કર્યાં હતાં.