લંડનઃ યુકેમાં હજારો લોકો એ બાબતથી અજાણ છે કે તેમને કેટલીક આરોગ્ય પરિસ્થિતિમાં કાઉન્સિલ ટેક્સમાં રાહત પ્રાપ્ત થઇ શકે છે અથવા તો માફી મળી શકે છે. જો ડોક્ટર દ્વારા કોઇ વ્યક્તિને ગંભીર રીતે માનસિક વિકલાંગ જાહેર કરાઇ હોય તો તેને કાઉન્સિલ ટેક્સમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ડિસ્કાઉન્ટ વ્યક્તિ કોઇ વ્યક્તિની સાથે રહે છે કે કેમ તેના આધારે નક્કી કરવામાં આવે છે.
માનસિક વિકલાંગતાની સાથે ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં અન્ય પ્રકારના બેનિફિટ્સ પણ પ્રાપ્ત થઇ શકે છે. સ્કોટલેન્ડમાં તો બેનિફિટ્સ માટે યોગ્ય હોય તેમ છતાં ન મેળવી શકતાં હોય તેને પણ કાઉન્સિલ ટેક્સમાં ડિસ્કાઉન્ટ અપાય છે.
કેવા પ્રકારની માનસિક વિકલાંગતામાં ડિસ્કાઉન્ટ મળી શકે
- મલ્ટીપલ સ્ક્લેરોસિસ
- લર્નિંગ ડિફિક્લટીસ
- પાર્કિન્સન્સ
- ડિમેન્સિયા( અલ્ઝાઇમર સહિત)
- સ્ટ્રોકની લાંબાગાળાની અસર
અન્ય કયા પ્રકારના બેનિફિટ્સ મળી શકે
- ઇનકેપેસિટી બેનિફિટ
- એટેન્ડન્સ એલાવન્સ
- સિવિયર ડિસએબલમેન્ટ એલાવન્સ
- ડિસએબિલિટી લિવિંગ એલાવન્સ
- ડિસએબલમેન્ટ પેન્શનમાં વધારો
- બેરોજગારી ભથ્થું
- કોન્સ્ટન્ટ એટેન્ડન્સ એલાવન્સ
- ઇનકમ સપોર્ટ
- પર્સનલ ઇન્ડિપેન્ડન્સ પેમેન્ટ
- આર્મ્ડ ફોર્સિસ ઇન્ડિપેન્ડન્સ પેમેન્ટ


