માન્ચેસ્ટર, લેન્કેશાયર સહિત નોર્થમાં લોકડાઉન

Wednesday 05th August 2020 04:53 EDT
 
 

લંડનઃ કોરોના વાઇરસના કેસમાં ઉછાળો આવતા સરકારે સમગ્ર ગ્રેટર માન્ચેસ્ટર, મોટા ભાગના લેન્કેશાયર અને વેસ્ટ યોર્કશાયર સહિતના વિસ્તારોમાં ગુરુવાર રાતથી લોકડાઉન લાગુ કરાયું છે. આ લોકડાઉનથી ૪.૫ મિલિયન લોકોને અસર થશે. જેઓ સાથે રહેતા હોય તે સિવાયના લોકો સાથે મુલાકાતો કરી શકાશે નહિ પરંતુ, લોકો પબમાં જઈ શકશે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે નવા નિયંત્રણો જાહેર કરવા સાથે કોવિડ-૧૯ના કેસમાં નવા ઉછાળા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનો ભંગ થતો હોવાને જવાબદાર ગણાવ્યું છે. લોકડાઉનની અસર હેઠળના વિસ્તારોમાં ગ્રેટર માન્ચેસ્ટર, બ્લેકબર્ન વિથ ડાર્વેન, બર્નલી, હીન્ડબર્ન, પેન્ડલે, રોઝેનડેલ, બ્રેડફર્ડ, કાલ્ડેરડેલ અને કર્કલીઝનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ યુકેમાં કોવિડ-૧૯ના બીજા મોજાંની ચેતવણી આપી હતી.
જોકે, લોકડાઉનમાં મૂકાયેલા નવા પોકેટ્સમાં કોરોના વાઈરસના ઉછાળા માટે બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનીક (BAME) કોમ્યુનિટી પર દોષનો ટોપલો ઓઢાડાવાથી નવો વિવાદ પણ સર્જાયો છે. ઈદની ઉજવણી અગાઉ કોઈ પણ પૂરાવા વિના જ કાલ્ડેર વેલીના ટોરી સાંસદ ક્રેગ વ્હિટકરે દાવો કર્યો હતોઃ ‘BAME કોમ્યુનિટીઝ’ આ વાઈરસને ગંભીરતાથી લઈ રહી નથી.’ તેમની આ ટિપ્પણીથી BAME સમુદાયમાં આક્રોશનું મોજું ફરી વળ્યું છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે નવા નિયંત્રણો જાહેર કરવા સાથે કોવિડ-૧૯ના કેસમાં નવા ઉછાળા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનો ભંગ થતો હોવાને જવાબદાર ગણાવ્યું છે. લોકડાઉનની અસર હેઠળના વિસ્તારોમાં ગ્રેટર માન્ચેસ્ટર, બ્લેકબર્ન વિથ ડાર્વેન, બર્નલી, હીન્ડબર્ન, પેન્ડલે, રોઝેનડેલ, બ્રેડફોર્ડ, કાલ્ડેરડેલ અને કર્કલીઝનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ યુકેમાં કોવિડ-૧૯ના બીજા મોજાંની ચેતવણી આપી હતી. નોર્થ બ્રિટનમાં કોરોના વાઈરસ કેસીસમાં ઉછાળો આવતા લાખો બ્રિટિશરોને નવા વાઈરસ નિયંત્રણો હેઠળ મૂકી દેવાયા છે.

સૌથી મોટું લોકડાઉન

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ગુરુવારે રાત્રે ૯.૧૫ કલાકે નવા નિયંત્રણો સાથે લોકડાઉનની જાહેરાત કરી હતી. સમગ્ર ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયરના બ્લેકબર્ન વિથ ડાર્વેન, બર્નલી, હીન્ડબર્ન, પેન્ડલે, રોઝેનડેલ બરોઝ અને વેસ્ટ યોર્કશાયરના બ્રેડફર્ડ, કાલ્ડેરડેલ અને કર્કલીઝ બરોઝના પરિવારોને અન્યો સાથે ઘરમાં મુલાકાત પર પ્રતિબંધ લગાવાયો છે. તેઓને પબ્સ અને રેસ્ટોરાંમાં પણ નહિ હળવામળવા સલાહ અપી છે.
સ્થાનિક લોકડાઉનમાં માન્ચેસ્ટર અને બ્રેડફોર્ડ શહેરો સહિત ૪.૫ મિલિયન લોકોને આવરી લેવાયા છે અને અત્યાર સુધીમાં ફરી વાર લદાયેલું સૌથી મોટું લોકડાઉન છે. આ નિયંત્રણો બાબતે વધુ ચિંતા એ સર્જાઈ છે કે ઈદ-અલ-અધા (બકરી ઈદ)ની ઉજવણીઓ શરૂ થવાના ગણતરીના કલાકો પહેલા જ નવું લોકડાઉન જાહેર કરાયું હતું.

વાઇરસના બીજા મોજાનો ભય

યુરોપમાં સ્પેન, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને ક્રોએશિયા સહિતના દેશોમાં કોરોના સંક્રમણનો નવેસરથી ફેલાવો શરુ થયો છે ત્યારે બ્રિટન પણ વાઈરસના બીજા મોજા તરફ આગળ વધી રહ્યું હોવાનો ભય સર્જાયો છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ બ્રિટનમાં કોરોના વાયરસના બીજા આક્રમણની ચેતવણી આપી હતી. યુકેમાં એક મહિનાથી વધુ સમયમાં સૌથી વધુ દૈનિક સંક્રમણ થયા છે. છેલ્લે ૨૮ જૂને ૯૦૧ કેસ નોંધાયા હતા તે પછી જુલાઈમાં સૌથી વધુ ૮૪૬ નવા કેસ નોંધાયા છે.

લોકોની સલામતી માટે પગલું

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ગુરુવારે રાત્રે સ્થાનિક લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું હતું કે ઉત્તર ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં કેસીસની સંખ્યા જોવા મળી છે તેનાથી લોકોને સલામત રાખવા આ પગલું લેવાયું છે. આ ઉછાળા માટેના કારણોમાં પરિવારો એકબીજાને મળી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવતું નથી તેનો સમાવેશ થાય છે. હવે બે પરિવારો ઘરમાં મળી શકશે નહિ કારણ કે તેનાથી વાઇરસના ફેલાવાને અટકાવવામાં મદદ મળશે. યુરોપના કેટલાક પ્રદેશોમાં વાઇરસનો પ્રકોપ વધતો જણાયો છે આથી જ અમારે આ પગલાં લેવાં પડ્યાં છે.

સંક્રમણનો દર ઊંચો

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા મુજબ બે અસરગ્રસ્ત જિલ્લામાં સંક્રમણનો દર રાષ્ટ્રીય સરેરાશ જેટલો ઊંચો જણાયો હતો. બ્રેડફર્ડમાં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૯૨૮ કેસ જ્યારે બ્લેકબર્ન વિથ ડાર્વેનમાં ૯૨૨ કેસ નોંધાયા હતા. ઈંગ્લેન્ડમાં સમગ્રતયા સંક્રમણ દર પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૪૬૫ કેસનો છે. જોકે, હેલ્થ સેક્રેટરીને વધુ ચિંતા સંક્રમણ દરો જે ઝડપે વધી રહ્યા છે તેના વિશે છે અને તેમણે કહ્યું હતું કે લોકો જે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોની અવગણના કરી રહ્યા છે તે પણ એક કારણ છે.

લેસ્ટરમાં લોકડાઉન હળવું કરાશે

નોર્થ લોકડાઉનમાં લેસ્ટર કરતાં વધુ વિસ્તાર આવરી લેવાયો છે. લેસ્ટરમાં ૨૯ જૂને સ્થાનિક લોકડાઉન કરાયું હતું અને સોમવારથી તેને હળવું કરાશે. લેસ્ટર સિટીમાં ૩ ઓગસ્ટથી પબ્સ, કાફેઝ, બાર્સ અને રેસ્ટોરાં ખુલી જશે તેમ લેબર સાંસદ લિઝ કેન્ડાલે જાહેરાત કરી હતી. જોકે, આનંદપ્રમોદના સેન્ટર્સ, જીમ્સ અને પૂલ્સ બંધ રહેશે. લોકોને તેમના પરિવારો સાથે રજાઓ ગાળવા જવાની પરવાનગી મળશે. ગ્રેટર માન્ચેસ્ટરના લેબર મેયર એન્ડી બર્નહામે લોકોને નવા નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

નવું લોકડાઉનઃ શું કરી શકાય અને શું નહિ

આ નહિ કરી શકાયઃ • જેની સાથે રહેતા હો (અથવા સપોર્ટ બબલમાં હોય) તેમના સિવાયના લોકો સાથે ખાનગી ઘર કે ગાર્ડનમાં મુલાકાત • અસરગ્રસ્ત વિસ્તારમાં ન હોય તેવા લોકોના ઘર કે ગાર્ડનમાં તેમની મુલાકાત લેવી • ઘરના અંગત વ્યક્તિઓ સિવાય પબ્સ, રેસ્ટોરાં, કાફે, શોપ્સ, ધાર્મિક સ્થળો, કોમ્યુનિટી સેન્ટર્સ, લેઝર કે મનોરંજનના સ્થળો અથવા મુલાકાતીઓ માટે આકર્ષણના સ્થળો સહિત ઈનડોર જાહેર સ્થળોએ અન્ય લોકો સાથે સામાજિક મેળમિલાપ
આ કરી શકાશેઃ • તમારા ઘરની (અથવા સપોર્ટ બબલમાં હોય તેવી) વ્યક્તિઓ સાથે પબ્સ, રેસ્ટોરાં, કાફે, શોપ્સ, ધાર્મિક સ્થળો, કોમ્યુનિટી સેન્ટર્સ, લેઝર કે મનોરંજનના સ્થળો અથવા મુલાકાતીઓ માટે આકર્ષણના સ્થળોની મુલાકાત લઈ શકાશે. જોકે, અન્ય લોકો સાથે મેળમિલાપ ટાળવાનો રહેશે.

કયા વિસ્તારોમાં લોકડાઉન અને વસ્તીને અસર

વિસ્તાર અને વસ્તી
ગ્રેટર માન્ચેસ્ટર ૨,૮૩૫,૬૮૬
(માન્ચેસ્ટર સિટી, ટ્રેફર્ડ, સ્ટોકપોર્ટ, ઓલ્ધામ,
બરી, વિગન, બોલ્ટન, ટેમસાઈડ, રોચડેલ અને સાલ્ફોર્ડ)
બ્લેકબર્ન વિથ ડાર્વેન ૧૪૯,૬૯૬
બર્નલી ૮૮,૯૨૦
હીન્ડબર્ન ૮૧, ૦૪૩
પેન્ડલે ૯૨,૧૧૨
રોઝેનડેલ ૭૧,૪૮૨
બ્રેડફોર્ડ ૫૩૯,૭૭૬
કાલ્ડેરડેલ ૨૧૧,૪૫૫
કર્કલીઝ ૪૩૯,૭૮૭
કુલ વસ્તી ૪,૫૦૯,૯૫૭


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter