લંડનઃ 2024માં માન્ચેસ્ટર એરપોર્ટ પર બે મહિલા પોલીસ કર્મચારી પર હુમલો કરવા માટે મોહમ્મદ ફાહિર અમાઝને લિવરપુલ ક્રાઉન કોર્ટ દ્વારા દોષી ઠેરવાયો છે. અમાઝે પોલીસ કોન્સ્ટેબલ લિડિયા વોર્ડ અને એલી કૂક પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો હતો. હુમલામાં લિડિયા વોર્ડનું નાક તૂટી ગયું હતું.
23 જુલાઇ 2024ના રોજ માન્ચેસ્ટર એરપોર્ટના ટર્મિનલ ટુ ખાતેના સ્ટારબક્સમાં એક ગ્રાહક પર અમાઝે હુમલો કર્યાનો રિપોર્ટ મળ્યા બાદ બંને મહિલા પોલીસ કર્મી તેમના સહયોગી ઝકારી માર્સડેન સાથે કાર પાર્ક ટિકિટ મશીન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું અમાઝ અને તેના ભાઇ મુહમ્મદ અમાદ સાથે ઘર્ષણ થયું હતું.
ગ્રેટર માન્ચેસ્ટરના રોચડેલ ખાતે રહેતા આ બંને ભાઇઓએ તેમના બચાવમાં જણાવ્યું હતું કે, અમે સ્વરક્ષણ માટે આમ કર્યું હતું.