માન્ચેસ્ટર એરપોર્ટ હુમલા કેસમાં નવી ટ્રાયલ ચલાવવામાં નહીં આવે

Tuesday 02nd June 2026 12:08 EDT
 
 

લંડનઃ માન્ચેસ્ટર એરપોર્ટ પર થયેલી હિંસક અથડામણના મામલામાં વાયરલ વીડિયો બાદ ભારે ચર્ચામાં આવેલા બે મુખ્ય આરોપીઓ સામે હવે નવેસરથી ખટલો ચલાવવામાં નહીં આવે. લીવરપુલ ક્રાઉન કોર્ટમાં બે અલગ-અલગ જ્યુરી કોઈ ચોક્કસ નિર્ણય કે સર્વસંમતિ પર પહોંચવામાં નિષ્ફળ રહ્યા બાદ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા આ કેસમાં બીજી સુનાવણી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જજ નીલ ફ્લુઈટ કેસીએ બંને આરોપી મુહમ્મદ અમાદ અને મોહમ્મદ ફાહિર અમાઝને નિર્દોષ ઠરાવ્યા છે. તેમના પર 23 જુલાઈ 2024ના રોજ માન્ચેસ્ટર એરપોર્ટના ટર્મિનલ 2ના પાર્કિંગ એરિયા નજીક પોલીસ પર હુમલો કરવાનો આરોપ હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter