માન્ચેસ્ટર બોંબ હુમલાના આરોપીની માદક દ્રવ્યોના વેપારમાં સંડોવણી

Wednesday 11th January 2023 06:18 EST
 
 

લંડન

માન્ચેસ્ટર એરેના આતંકવાદી હુમલામાં સંડોવાયેલો ઝુહિર નસરત માદક દ્રવ્યોના કારોબાર સાથે સંકળાયેલો હોવાની પોલીસને શંકા છે. પોલીસ બોમ્બ હુમલામાં નસરતની 13 વાર પૂછપરછ કરી ચૂકી છે. નસરતની સાથે આ આતંકવાદી હુમલામાં સલમાન અને હાશેમ આબેદી પણ આરોપી છે. બોમ્બ બનાવવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડની ખરીદી જે કોમ્પ્યુટર દ્વારા કરાઇ હતી તેનું આઇપી એડ્રેસ નસરત સાથે સંકળાયેલું છે. નસરતે પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેણે હાશેમ આબેદીને ફક્ત તેની બેન્ક ડિટેઇલ આપી હતી તેના સિવાય બોમ્બ હુમલામાં તેની કોઇ સંડોવણી નહોતી. તેથી તેને કોઇપણ આરોપ વિના છોડી મૂકાયો હતો. તે માન્ચેસ્ટર એરેના પબ્લિક ઇન્કવાયરીમાં પૂરાવા આપવાનો હતો પરંતુ હાલ તે ફરાર થઇ ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter