માન્ચેસ્ટર સ્થિત ટેકી પ્રાંજલ પાઠક ગુરુગ્રામની હોટેલમાં મૃત મળી આવ્યો

Tuesday 17th November 2026 09:31 EST
 

લંડનઃ છેલ્લા 3 વર્ષથી માન્ચેસ્ટરમાં રહેતો આગ્રાનો વતની અને ઝુરિચ સ્થિત આર એન્ડ ડી ફર્મમાં કામ કરતો 37 વર્ષીય પ્રાંજલ પાઠક ગુરુગ્રામની એક હોટેલના ઝકુઝીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતક પ્રાંજલ પાઠક સેક્ટર 53 સ્થિત ઓરસમ હોટેલમાં રોકાયો હતો.

આગ્રાની ઓલ્ડ ઇદગાહ કોલોનીના રહેવાસી પાઠક 24 ઓક્ટોબરે ભારત આવ્યો હતો. તે મિત્રોના એક જૂથ સાથે ઋષિકેશ ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મિત્રો પાછા ફરી ગયા બાદ પાઠક પોતાની મહિલા મિત્રને મળવા માટે રોકાયો હતો.

મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે સીઆરપીસી હેઠળ કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter