લંડનઃ કમ્બ્રિયામાં એમસિક્સ પર પોલીસે એક વાહનને જડતી લેતાં તેમાંથી 1,30,000 પાઉન્ડનો ગાંજો મળી આવ્યો હતો. 19 જાન્યુઆરીના રોજ માન્ચેસ્ટરના અબ્દુલ એહમદ અને અબ્દુલ નુરદિન એમસિક્સ પરથી પસાર થતા હતા ત્યારે કમ્બ્રિયા રોડ પોલિસિંગ યુનિટના અધિકારીઓએ તેમના વાહનને અટકાવી તપાસ કરતાં તેમાંથી 13 કિલો ગાંજો મળી આવ્યો હતો. ક્લાસ બી ડ્રગ ધરાવવા માટે પોલીસે બંનેને કસ્ટડીમાં રિમાન્ડમાં લીધા બાદ બેરો મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યાં હતાં.

