લંડનઃ માન્ચેસ્ટરના સેલ ખાતે આવેલ ડોસા કિંગ્સ ઇટરી નામના કરી હાઉસમાં ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગ થતાં 11 લોકોને હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. 6 સપ્ટેમ્બરના રોજ એક પરિવારના સભ્યો કરી હાઉસમાં ભોજન માટે ગયાં હતાં. ફૂડ પોઇઝનિંગના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં પોલીસ, ફાયર વિભાગ અને પેરામેડિકલની ટીમો ઘટનાસ્થળે ધસી ગયાં હતાં.
રેસ્ટોરન્ટમાં ભોજન કર્યા બાદ ઘણા ગ્રાહકોની તબિયત લથડી હતી. ખોરાકમાં કોઇ મસાલાના કારણે તેમની તબિયત લથડી હોવાનું મનાય છે. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. ભોજન લીધા બાદ બે ગ્રાહકને ગંભીર રિએક્શન આવ્યું હતું.

