લંડનઃ બ્રિટનના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની એ ટીમના ક્રિકેટર હૈદર અલીની ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ દ્વારા બળાત્કારના આરોપસર ધરપકડ કરાઇ હતી. પાકિસ્તાની મૂળની જ એક યુવતીના આરોપ બાદ કરાયેલી ધરપકડના પગલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હૈદર અલીને સસ્પેન્ડ કરી દીધો હતો. બ્રિટનની અદાલતે હાલ હૈદર અલીને જામીન પર મુક્ત કર્યો છે પરંતુ તેની સામેની તપાસ જારી રહેશે. કોર્ટે તેનો પાસપોર્ટ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. હૈદર અલી પાકિસ્તાન તરફથી બે વન-ડે અને 35 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.


