મારી દીકરીઓ 10 અને 12 વર્ષની, હું નથી ઇચ્છતો કે તેઓ વેપ્સ પ્રત્યે આકર્ષાયઃ સુનાક

બાળકોને વેપ્સનું ગેરકાયદેસર વેચાણ અને માર્કેટિંગ સંપુર્ણપણે અસ્વીકાર્યઃ વડાપ્રધાન, બાળકોને વેપના ફ્રી સેમ્પલ આપવા પર પ્રતિબંધ

Tuesday 06th June 2023 12:55 EDT
 
 

લંડનઃ કિશોરોને વેપિંગથી દૂર રાખવા નવા નિયંત્રણો જાહેર કરતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, મારી દીકરીઓ 10 અને 12 વર્ષની છે. હું નથી ઇચ્છતો કે જે રીતે વેપનું માર્કેટિંગ અને પ્રમોશન કરાય છે તેનાથી તેઓ આકર્ષાય. સીસાનું પ્રમાણ ધરાવતા બનાવટી વેપ્સ શાળાના બાળકો સુધી પહોંચી રહ્યાં છે તેવા અહેવાલોથી વડાપ્રધાનને ઘણો આઘાત લાગ્યો છે. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, બાળકોને વેપ્સનું ગેરકાયદેસર વેચાણ અને માર્કેટિંગ સંપુર્ણપણે અસ્વીકાર્ય છે.

નવા નિયમો પ્રમાણે હવે રિટેલર્સ બાળકોને વેપના ફ્રી સેમ્પલ આપી શકશે નહીં. દેશમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકોને વેપ્સનું વેચાણ ગેરકાયદેસર છે. આવી સ્થિતિમાં કંપનીઓ ફ્રી સેમ્પલને આકર્ષક પેકેજમાં રજૂ કરીને બાળકોને લક્ષ્યાંક બનાવી રહી હતી.

યુકેની સરકારે જણાવ્યું છે કે, 18 વર્ષથી નીચેનાને નિકોટિન ફ્રી વેપ્સના વેચાણ પર પ્રતિબંધની પણ સમીક્ષા કરાશે. દંડ કરવાની જોગવાઇઓ અંગે પણ સમીક્ષા કરાશે. યુકેમાં 11થી 15ની વયજૂથના 9 ટકા બાળકો વેપ્સ અથવા તો ઇ-સિગારેટનો ઉપયોગ કરી રહ્યાં હોવાના આંકડા સામે આવ્યા પછી સરકાર દ્વારા આકરા પગલાં લેવાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter