મારું કાર્ય પૂર્ણ થયું છે: સ્ટાર્મરની સ્મિત સાથે વિદાય

આ મહાન દેશની સેવા કરવી એ મારા જીવનનું સૌથી મોટું સદભાગ્ય રહ્યુઃ સ્ટાર્મર

Tuesday 21st July 2026 10:07 EDT
 
 

લંડનઃ બકિંગહામ પેલેસ જઈને કિંગ ચાર્લ્સ સમક્ષ રાજીનામું રજૂ કરતાં પહેલાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના અંતિમ પ્રવચનમાં સર કેર સ્ટાર્મરે તેમની સરકારની સિદ્ધિઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારું કાર્ય પૂર્ણ થયું છે. સાડા છ વર્ષમાં મેં આપણા પક્ષને 2019ના ઐતિહાસિક પરાજયમાંથી બહાર કાઢ્યો, સમસ્યાઓનો સામનો કરવા સક્ષમ બનાવ્યો અને 2024ની સામાન્ય ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે વિજય અપાવ્યો. વડાપ્રધાન તરીકે આપની અને આ મહાન દેશની સેવા કરવી એ મારા જીવનનું સૌથી મોટું સદભાગ્ય રહ્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બ્રિટન આજે બે વર્ષ પહેલાં કરતાં વધુ મજબૂત અને ન્યાયી બન્યો છે.

પોતાની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આપણું અર્થતંત્ર વધુ મજબૂત બન્યું છે, આપણી જાહેર સેવાઓ સુધરી રહી છે. એનએચએસમાં વેઇટિંગ ટાઈમમાં છેલ્લા 17 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. બાળકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે, ઇમિગ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, આપણી સંરક્ષણ અને સુરક્ષા વ્યવસ્થા ઘણી મજબૂત બની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી શાખમાં મોટો વધારો થયો છે.

તેમણે જણાવ્યું હતું કે, એન્ડી બર્નહામને તેમનો સંપૂર્ણ ટેકો રહેશે. હું ખૂબ જ સદ્ભાવના સાથે, સ્મિત સાથે અને આપણે જે કંઈ પણ હાંસલ કર્યું છે તેના પર ગર્વ અનુભવતા વિદાય લઈ રહ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter