મારો ઉછેર એનએચએસ પરિવારમાં થયો, એનએચએસ મારા લોહીમાં છે – સુનાક

એમ્બ્યુલન્સ અને ઇમર્જન્સી સેવાઓમાં થતો વિલંબ ઘટશે - વડાપ્રધાન

Wednesday 23rd November 2022 04:56 EST
 
 

લંડન

સ્કોટલેન્ડના હેલ્થ લીડર્સ એનએચએસ ખાતે અમીર દર્દીઓ પાસેથી ફી વસૂલવા પર ચર્ચા કરી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન રિશી સુનાકે એનએચએસમાં વિનામૂલ્યે સારવાર જારી રાખવાનું વચન આપ્યું છે. તેમણે સીબીઆઇના અગ્રણીઓને જણાવ્યું હતું કે, આપણી જાહેર સેવાઓમાં નવતર પ્રયોગોનું વાતાવરણ સર્જવાની જરૂર છે. મારો ઉછેર એનએચએસ પરિવારમાં થયો છે. એનએચએસ મારા લોહીમાં છે. તમારા વડાપ્રધાન તરીકે હું હંમેશા એનએચએસમાં વિનામૂલ્યે સારવારની જાળવણી કરીશ.

રિશી સુનાકે જણાવ્યું હતું કે, બજેટમાં કરાયેલી વધારાની ફાળવણીથી એનએચએસની સેવાઓ સુદ્રઢ કરવામાં મદદ મળશે. એમ્બ્યુલન્સ સેવાઓમાં થતા વિલંબ અને ઇમર્જન્સી વિભાગોમાં લાંબી કતારો ઘટાડી શકાશે. એનએચએસ અને સોશિયલ કેર માટે 8 બિલિયન પાઉન્ડની ફાળવણી કરાઇ છે જે આ પ્રકારની સમસ્યાઓનો અંત લાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter