માર્ક કાર્ની ૨૦૧૯ સુધી હોદ્દા પર રહેશે

Wednesday 02nd November 2016 05:29 EDT
 
 

લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ યુકે ઈયુમાંથી બહાર નીકળે એટલે કે જૂન ૨૦૧૯ સુધી તેમના પદ પર ચાલુ રહેવાની જાહેરાત કરી છે. તેઓ અગાઉ અંગત કારણોસર અને ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ સાથે મતભેદોના કારણે ૨૦૧૮માં હોદ્દો છોડશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. કાર્નીના નિર્ણયના પગલે સ્ટર્લિંગ પાઉન્ડમાં મજબૂતી આવી હતી.

જોકે, કાર્નીના હોદ્દાની આઠ વર્ષની સંપૂર્ણ મુદત ૨૦૨૧ના બે વર્ષ અગાઉ તેઓ ગવર્નરપદ છોડશે. આમ છતાં, યુકે સત્તાવારપણે બ્રસેલ્સ ક્લબ સાથે છેડો ફાડે તે ગાળામાં કાર્ની શક્તિશાળી હોદ્દા પર રહેશે. કાર્નીએ ૨૦૧૩માં હોદ્દો સંભાળ્યો ત્યારે લઘુતમ પાંચ વર્ષની મુદતની શરત રાખી હતી. સોમવારે વડા પ્રધાન થેરેસા મે સાથે મુલાકાતના પગલે તેમણે એક વર્ષ મુદત વધારવાનો આ નિર્ણય જાહેર કર્યો હતો અને ચાન્સેલર ફિલિપ હેમન્ડને પત્ર પાઠવ્યો હતો.

ગવર્નર માર્ક કાર્નીએ જણાવ્યું હતું કે,‘મારા અંગત સંજોગો બદલાયા નથી પરંતુ, યુરોપિયન યુનિયન છોડવાના યુકેના નિર્ણય સહિત કેટલાક સંજોગો અવશ્ય બદલાયા છે. યુકેના આર્ટિકલ-૫૦ હેઠળની વાટાઘાટોનું મહત્ત્વ ઓળખી જૂન ૨૦૧૯ સુધી વધુ એક વર્ષ મારી સેવા આપવાનું હું ગૌરવ અનુભવીશ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter