માર્ચ 2025માં વિદેશી નાગરિક ધરાવતા પરિવારોને 941 મિલિયન પાઉન્ડના બેનિફિટ્સ ચૂકવાયાં

વિદેશીઓને ચૂકવાતા બેનિફિટ્સમાં છેલ્લા એક વર્ષમાં 30 ટકાનો વધારો

Tuesday 03rd June 2025 10:46 EDT
 

લંડનઃ ઓછામાં ઓછા એક વિદેશી નાગરિક ધરાવતા પરિવારો દ્વારા કરાતા બેનિફિટ્સના દાવાની રકમ છેલ્લા 3 વર્ષમાં બમણી થઇને પ્રતિ માસ 900 મિલિયન પાઉન્ડને પાર કરી ગઇ છે. માહિતી અધિકાર દ્વારા પ્રાપ્ત કરાયેલા આંકડા અનુસાર આવા પરિવારોને માર્ચ 2025માં યુનિવર્સિલ ક્રેડિટ પેમેન્ટ દ્વારા 941 મિલિયન પાઉન્ડ ચૂકવાયા હતા. માર્ચ 2022માં આ રકમ 461 મિલિયન પાઉન્ડ હતી.

માર્ચ 2025માં સરકાર દ્વારા યુનિવર્સલ ક્રેડિટ પેમેન્ટમાં કુલ 6.05 બિલિયન પાઉન્ડ ચૂકવાયાં હતાં જેમાં 15.5 ટકા એટલે કે 941 મિલિયન પાઉન્ડ વિદેશી નાગરિક ધરાવતા પરિવારોને મળ્યા હતા જે માર્ચ 2024 કરતાં 30 ટકાનો વધારો દર્શાવે છે.

જ્યારે વિદેશી નાગરિકોને પરમેનેન્ટ રેસિડેન્સી અપાય છે અથવા તો રેફ્યુજીનું સ્ટેટસ મળે છે ત્યારે તેઓ બ્રિટિશ નાગરિકોની જેમ જ યુનિવર્સલ ક્રેડિટ, પેન્શન ક્રેડિટ અને હાઉસિંગ બેનિફિટ સહિતના બેનિફિટ્સ માટે દાવો કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter