માર્ચથી લંડનની બસસેવા મોંઘી બનશે, બસભાડામાં 6.1 ટકાનો વધારો

પહેલીવાર બસભાડાની દૈનિક મર્યાદા 5 પાઉન્ડને વટાવી જશે

Wednesday 25th January 2023 06:19 EST
 
 

લંડન

લંડનમાં બસમુસાફરી વધુ મોંઘી બનવા જઇ રહી છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા સંચાલિત બસસેવાઓના ભાડાંમાં પાંચમી માર્ચથી 6.1 ટકાનો વધારો કરવાની જાહેરાત મેયર સાદિક ખાન દ્વારા કરવામાં આવી છે. સરકારે લંડનના સત્તાવાળાઓને જણાવ્યું હતું કે, જો મેયર નેશનલ રેલ રેગ્યુલેટેડ ફેર અનુસાર બસભાડામાં વધારો નહીં કરે તો ટીએફએલને સરકાર દ્વારા પ્રાપ્ત થતું ભંડોળ ઘટાડી દેવાશે. સરકારની આ ચીમકીને પગલે બસના ભાડામાં વધારો કરવામાં આવી રહ્યો છે. મેયર દ્વારા લેવાયેલા આ નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાત જોવા મળી રહ્યાં છે. સામાન્ય જનતામાં બસભાડામાં વધારા મામલે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે ટીએફએલની ખસ્તાહાલ સ્થિતિને કારણે ઘણા લોકો બસભાડામાં વધારાને સ્વીકારી પણ રહ્યાં છે.

લંડન ટ્રાવેલ વોચના ચીફ એક્ઝિક્યુટિવ માઇકલ રોબર્ટ્સે જણાવ્યું હતું કે, બસભાડાં મર્યાદિત ન રખાતાં હું હતાશ થયો છું. લંડનમાં બસસેવા સૌથી લોકપ્રિય પબ્લિક ટ્રાન્સપોર્ટ છે અને ગરીબ તથા મધ્યમવર્ગીય લંડનવાસીઓ દ્વારા બસસેવાનો સૌથી વધુ ઉપયોગ કરાય છે. ટીએફએલના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર શશી વર્માએ જણાવ્યું હતું કે, પાંચમાંથી બે પ્રવાસી ક્યાં તો વિનામૂલ્યે અથવા તો રાહતદરે પ્રવાસ કરે છે. તેમની ઊંમર અને સોશિયલ સંજોગોના આધારે તેમને આ રાહત અપાતી હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter