માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારીના પ્રત્યર્પણ માટે ભારત ટીમો મોકલશે

Tuesday 16th January 2024 12:24 EST
 
 

લંડનઃ બ્રિટનમાં આશ્રય લઇ રહેલા ભાગેડૂ આર્થિક અપરાધી એવા વિજય માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારીને ભારત પરત લાવવા માટે ઇડી, સીબીઆઇ અને એનઆઇએની ટીમોને લંડન મોકલવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન વચ્ચે પણ લંડનમાં બેઠક યોજાશે. આ બેઠકમાં બ્રિટનના અધિકારીઓ પણ હાજર રહેશે. આ ભાગેડૂ અપરાધીઓએ બ્રિટનમાં કઇ પ્રોપર્ટીમાં નાણા રોક્યા છે તે અંગેની માહિતી પણ એકઠી કરાશે.ભારત અને બ્રિટન વચ્ચે માહિતીની આપલે માટે મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ સંધિ થયેલી છે. જે અંતર્ગત આ માહિતી એકઠી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter