માલ્યા અને નીરવ મોદીના પ્રત્યર્પણ માટે યુકે પર પીએમ મોદીનું પ્રચંડ દબાણ

દરેક બેઠકમાં પીએમ મોદી માલ્યા અને નીરવ મોદી અંગે સવાલ કરે છેઃ સાલ્વે

Tuesday 11th July 2023 12:36 EDT
 
 

લંડનઃ ભારતની સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેએ દાવો કર્યો છે કે ભારત અને યુકે વચ્ચેની દરેક વેપાર સંબંધિત બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજય માલ્યા અને નીરવ મોદીની પ્રત્યર્પણનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. માલ્યા અને નીરવ મોદીના પ્રત્યર્પણ મુદ્દે ભારત યુકે પર પ્રચંડ દબાણ કરી રહ્યો છે.

સાલ્વેએ જણાવ્યું હતું કે, બ્રિટિશ હંમેશા ફરિયાદ કરતા રહ્યા છે કે અમે જ્યારે પણ બેઠક કરી છે ત્યારરે વડાપ્રધાન મોદી સવાલ કરે છે કે વિજય માલ્યા અને નીરવ મોદી ક્યાં છે. વડાપ્રધાન મોદીએ યુકે સરકારને સ્પષ્ટ જણાવી દીધું છે કે તમે એક સાથે વેપારમાં ભાગીદાર અને ભાગેડુઓના આશ્રયદાતા બની શકો નહીં.

સાલ્વેએ જણાવ્યું હતું કે, નીરવ મોદી પાસે હવે પોતાના બચાવની ઘણી ઓછી તકો રહેલી છે અને તેને ટૂંકસમયમાં ભારત ખાતે પ્રત્યાર્પણ કરી દેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter