માલ્યાને હવે યુકેની કોર્ટનો આંચકોઃ લંડનના આલિશાન ઘરમાંથી કાઢી મુકાશે, સ્વિસ બેંક કબજો લેશે

Wednesday 19th January 2022 06:37 EST
 
 

લંડનઃ ભારતીય બેંકોની સાથે રૂ. ૯૦૦૦ કરોડની છેતરપિંડી કરીને બ્રિટનમાં આશરો લઇ રહેલા લિકર કિંગ વિજય માલ્યાને હવે યુકેની કોર્ટે મોટો આંચકો આપ્યો છે. ભારતની જેમ સ્વિસ બેંક સાથે પણ ફ્રોડ કરવાના એક કેસમાં બ્રિટિશ અદાલતે સેન્ટ્રલ લંડન ખાતેના લક્ઝુરિયસ ઘરમાંથી રવાના થઈ જવાનો આદેશ આપ્યો છે.
સ્વિત્ઝર્લેન્ડની અગ્રણી યુબીએસ બેંક પાસેથી આ સેન્ટ્રલ લંડનના રિજન્ટ્સ પાર્કમાં સ્થિત ભવ્ય મકાન પર વિજય માલ્યાએ મોર્ગેજ લોન લીધેલી છે, જે ભરપાઈ કરાતા યુબીએસ બેંક દ્વારા વિજય માલ્યા વિરુદ્ધ બ્રિટિશ હાઈ કોર્ટમાં કેસ કરાયો છે. આ કેસની સુનાવણી બાદ બ્રિટનની અદાલતે વિજય માલ્યાને લંડન સ્થિત તેના ઘરમાંથી પરિવાર સહિત હાંકી કાઢવાનો આદેશ આપ્યો છે. જેના પછી હવે યુબીએસ બેંક આ આલિશાન ઘરનો કબજો મેળવશે.
લંડન હાઈ કોર્ટના જજે ગત સપ્તાહે માલ્યાના કરોડો પાઉન્ડના આ આલિશાન ઘર કબજો કરી લેવાના આદેશ પર પ્રતિબંધ લગાવવા અંગેનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. જોકે મંગળવારે બ્રિટિશ અદાલતે લંડનસ્થિત ઘરમાંથી હાંકી કાઢવાના કોર્ટના આદેશને રોકવા માટેની માલ્યાની અરજી નકારી દીધી હતી,
વિજય માલ્યા વિરુદ્ધ યુબીએસ બેંક કેસ
સેન્ટ્રલ લંડનના રિજન્ટ્સ પાર્કમાં સ્થિત ભવ્ય મકાન પર વિજય માલ્યાએ મોર્ગેજ લોન લીધેલી છે, જે ભરપાઈ ન થતા યુબીએસ બેંક દ્વારા વિજય માલ્યા વિરુદ્ધ બ્રિટિશ હાઈ કોર્ટમાં કેસ થયો છે. સેન્ટ્રલ લંડનના રિજન્ટ્સ પાર્કમાં સ્થિત ભવ્ય મકાન પર વિજય માલ્યાએ મોર્ગેજ લોન લીધેલી છે, જે ભરપાઈ કરવામાં ન આવતા યુબીએસ બેંક દ્વારા વિજય માલ્યા વિરુદ્ધ બ્રિટિશ હાઈ કોર્ટમાં કેસ કરાયો છે. ભારતીય બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડીને બ્રિટનમાં આશરો લઇ રહેલા વિજય માલ્યાએ યુકેમાં પણ એ જ ખેલ કર્યો, જે તેને ભારે પડી ગયો છે. વિજય માલ્યાએ ૨૦૧૨માં લંડન સ્થિત પોતાના આલિશાન ઘરને યુબીએસ બેંક પાસે પાંચ વર્ષ માટે ગિરવે મૂકીને ૨૦.૪ મિલિયન પાઉન્ડની લોન મેળવી હતી. આ લોનની મુદત ૨૬ માર્ચ, ૨૦૧૭ના રોજ પૂરી થઈ હતી અને એ સમયે બેંકને ચૂકવવા પાત્ર રકમ ભરપાઈ કરતાં વસૂલાત માટે યુબીએસ બેંક દ્વારા વિજય માલ્યાના લંડન સ્થિત લક્ઝુરિયસ ઘર પર કબજો મેળવવાની અરજી કોર્ટમાં કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, વિજય માલ્યા લંડન સ્થિત પોતાના ભવ્ય મકાનમાં ૯૫ વર્ષીય માતા અને પુત્ર સાથે રહે છે. લંડન હાઈ કોર્ટના તાજેતરના આદેશ પછી હવે વિજય માલ્યાને પરિવાર સહિત આ ઘરમાંથી હાંકી કઢાશે. આ પછી આલિશાન ઘર પર યુબીએસ બેંક કબજો કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter