માસ્ક નહિ પહેરો તો £૨૦૦નો દંડ?

Wednesday 01st December 2021 04:50 EST
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ દેખાયા પછી કોવિડના નિયમો ફરી લાગુ કરાયા છે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને શોપ્સમાં માસ્ક પહેવાનો ઈનકાર કરનારા બ્રિટિશરોએ ૨૦૦ પાઉન્ડનો દંડ ભરવો પડે તેવી શક્યતા છે.

જે લોકો ફેસ માસ્કના નિયમોનો ભંગ કરશે તેમને શરૂઆતમાં ૨૦૦ પાઉન્ડનો દંડ થઈ શકે છે તેમ ધ ટેલિગ્રાફના અહેવાલમાં જણાવાયું છે. ૨૦૨૧ની શરૂઆતમાં હતું તેમ બીજી વખતના ભંગ બદલ વધીને ૪૦૦ અને ત્રીજા નિયમભંગ માટે ૮૦૦ પાઉન્ડનો દંડ ચૂકવવાનો થશે. મેક્સિમમ ચાર્જ ૬,૪૦૦ પાઉન્ડ રહેશે તેમ મનાય છે. જે લોકો તેમનો પ્રથમ દંડ ૧૪ દિવસની અંદર ચૂકવી દેશે તેમના માટે દંડ અડધો કરીને ૧૦૦ પાઉન્ડ રખાશે તેમ પણ કહેવાયું છે. બીજી તરફ. શિક્ષણ વિભાગે કોમ્યુનલ એરિયામાં સેકન્ડરી વિદ્યાર્થીઓ અને વિઝિટર્સ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત રાખવા હેડટીચર્સને સૂચના આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter