મિડલેન્ડના પાર્કમાં 72 વર્ષીય શીખ વૃદ્ધ પર ઘાતકી અને શરમજનક રેસિસ્ટ હુમલો

વેસ્ટ મિડલેન્ડ પોલીસ દ્વારા 6 સગીરની ધરપકડ

Tuesday 02nd June 2026 12:04 EDT
 
 

લંડનઃ મિડલેન્ડના વિલેનહોલ મેમોરિયલ પાર્કમાં 72 વર્ષીય શીખ વૃદ્ધ પર રેસિસ્ટ હુમલો કરાયો હતો. 24 મેના રવિવારે સાંજે 6 કલાકે તેઓ પરિવાર સાથે પાર્કમાં ગયા હતા ત્યારે તેમના પર આ હુમલો કરાયો હતો જેના કારણે તેમના ચહેરા અને હાથ પર ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા હતા. પોલીસે આ હુમલાને રેસિસ્ટ અને હેટ ક્રાઇમ ગણીને 16થી 18 વર્ષના 6 યુવકોની ધરપકડ કરી છે.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગેરેથ મેસને જણાવ્યું હતું કે, અમે આ ઘટનાની ગંભીરતા અને તેના કારણે સ્થાનિક સમુદાયમાં ફેલાયેલી ચિંતાને સારી રીતે સમજીએ છીએ. કોઈ પણ પ્રકારના હેટ ક્રાઈમને સાંખી લેવામાં આવશે નહીં અને અમે દરેક રિપોર્ટને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છીએ. ડિટેક્ટિવ્સ પીડિત અને તેમના પરિવારના સતત સંપર્કમાં છે અને તપાસ દરમિયાન તેમને પૂરતો સહયોગ આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter