મિત્રની હત્યા કરી દાટી દેનાર અમરાજ પુનિયાને આજીવન કેદ

Tuesday 10th October 2023 13:41 EDT
 

લંડનઃ વેસ્ટ લંડનમાં હૌન્સલો ખાતે 7 મે 2019ના રોજ પોતાના મિત્ર મોહમ્મદ શાહ સુભાનીની હત્યા કરનાર અમરાજ પૂનિયાને આજીવન કેદની સજા અપાઇ છે. ડ્રગ્સના મામલે બંને મિત્રો વચ્ચે થયેલી તકરાર બાદ અમરાજે સુભાનીની હત્યા કરી નાખી હતી અને તેના મૃતદેહને જંગલમાં લઇ જઇ સળગાવીને દાટી દીધો હતો. શરૂઆતમાં પોલીસ આ કેસમાં લાપતા તરીકેની તપાસ કરી રહી હતી પરંતુ એક વ્યક્તિએ સામેથી આવીને મૃતદેહના નિકાલમાં મદદ કરી હોવાની કબૂલાત કર્યા બાદ સુભાનીની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter