લંડનઃ ભૂતપૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચરે અગાઉ જેને વતન ગણાવ્યું હતું તેવા લિંકનશાયરના નાના ટાઉન માટે બ્રેકઝિટ જેવી સમસ્યા સર્જાઈ છે. પ્રશ્ર એ છે કે ગ્રાન્થમમાં યુકેના પ્રથમ મહિલા વડા પ્રધાનની સ્મૃતિમાં પ્રતિમા સ્થાપવી જોઈએ કે નહીં ?
આમ તો આ સરળ પ્રશ્ર છે. પરંતુ, શિલ્પકાર ડગ્લાસ જેનિંગ્સે બનાવેલી પ્રતિમાની સ્થાપનાની પ્રક્રિયા લાંબી, પીડાકારક અને સખત છે.
૨૦૧૮ માં સેન્ટ્રલ લંડનમાં તેમની પ્રતિમાની સ્થાપનાને નકારી દેવાઈ હતી કારણ કે કાઉન્સિલરોને ડર હતો કે ત્યાં દેખાવો અને તોડફોડ થશે. પછી તેને તેમના વતન ગ્રાન્થમમાં સ્થાપવાની દરખાસ્ત થઈ અને થોડી ચર્ચા પછી ૨૦૧૮માં તે મંજૂર કરાઈ. કેટલાંક લોકોને આશા હતી કે હવે આ સમસ્યાનો અંત આવી ગયો. પરંતુ,પ્રતિમા હજુ સ્ટોરમાં જ છે.
પ્રતિમાની અનાવરણ વિધિ માટે ૧૦૦૦,૦૦૦ પાઉન્ડ ફાળવવા 1લી ડિસેમ્બરે કાઉન્સિલે લીધેલા વિવાદાસ્પદ નિર્ણય પછી પ્રતિમાની સ્થાપના કરવી જોઈએ કે નહી તે વિશે ફરી વિવાદ છેડાયો છે. વૈશ્વિક મહામારી વચ્ચે મતદાનની ભારે ટીકા થઈ હતી.
ગ્રાન્થમના લેબરના ચેર લી સ્ટેપ્ટોએ જણાવ્યું હતું કે મહામારીમાં જ્યારે રાષ્ટ્રીય અને સ્થાનિક બન્ને ધોરણે જાહેર ભંડોળ ખૂબ ઝડપથી ખાલી થઈ જાય છે ત્યારે આ પ્રકારવી પ્રાથમિકતા માટેની તેમની સમજ દુરાગ્રહ જેવી છે.
ગ્રાન્થમ કોમ્યુનિટી હેરિટેજ એસોસિએશન દ્વારા સંચાલિત ગ્રાન્થમ મ્યુઝિયમના ડિરેક્ટર ઓફ ફંડ રેઝિંગ આમન્ડા સ્કોનહટ ગ્રીન મીડ વે પર મૂકાયેલી બે પ્રતિમા વચ્ચે તેને સ્થાપવા દબાણ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે પ્રાઈવેટ ડોનેશનમાંથી અનાવરણ માટેનો ખર્ચ કરાશે. લેબરના નેતાઓ આ પ્રતિમાને મ્યુઝિયમમાં જ રાખવા અનુરોધ કર્યો છે.
જ્યારે ગ્રાન્થમમાં રહેતા રિટાયર્ડ સિવિલ સર્વન્ટ રાલ્ફ હેરિસને આ બાબતે અસંમતિ દર્શાવી હતી અને જણાવ્યું હતું કે આ પ્રતિમા મૂકાશે અને તેનું અનાવરણ થશે એ બાબતે ખુશી વ્યકત કરી હતી. આમન્ડાએ સ્વીકાર્યું હતું કે આ મુદ્દે થોડા અંશે બ્રેક્ઝિટ જેવો છે.


