મિરર ગ્રુપ ફોન હેકિંગ માટે દોષિત, પ્રિન્સ હેરીને 1,40,600 પાઉન્ડ વળતર ચૂકવવા આદેશ

Tuesday 19th December 2023 13:31 EST
 
 

લંડનઃ ડેઇલી મિરર અને સન્ડે મિરર સામે પ્રિન્સ હેરી દ્વારા દાખલ કરાયેલા ખટલામાં ચુકાદો આપતાં હાઇકોર્ટના જજે પ્રિન્સ હેરીને ફોન હેકિંગના પીડિત ગણાવ્યા હતા. પ્રિન્સ હેરી દ્વારા તેમના કાયદાકીય દાવામાં રજૂ કરાયેલા 33 આર્ટિકલમાંથી 15ને ફોન હેકિંગ અથવા ગેરકાયદેસર રીતે એકઠી કરાયેલી માહિતી આધારિત ગણાવાયાં છે. હાઇકોર્ટે પ્રિન્સ હેરીને નુકસાન પેટે 1,40,600 પાઉન્ડ ચૂકવવા ડેઇલી મિરર અને સન્ડે મિરરને આદેશ આપ્યો છે.

હાઇકોર્ટ જજ જસ્ટિસ ફેનકોર્ટે જણાવ્યું હતું કે, પ્રિન્સ હેરી એવું ધારી લેતાં હતાં કે જે કોઇ આર્ટિકલ પ્રસિદ્ધ થાય છે તે ફોન હેકિંગ આધારિત જ હોય છે કારણ કે આ પ્રકારની પ્રવૃત્તિ વ્યાપક હતી. પરંતુ ફોન હેકિંગ એકમાત્ર જર્નાલિસ્ટિક ટૂલ નથી.

હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, 2006થી 2011 વચ્ચે મિરર ગ્રુપના અખબારો દ્વારા વ્યાપક ફોન હેકિંગ કરાયું હતું. 1996 પછી આ ગ્રુપના અખબારો દ્વારા ગેરકાયદેસર રીતે માહિતી એકઠી કરવાની પ્રવૃત્તિ વ્યાપક બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter