મિલિટરી ગ્રેડના શસ્ત્રોની તસ્કરી માટે નાગિન્દર ગિલને 20 વર્ષની કેદ

Tuesday 03rd February 2026 09:00 EST
 
 

લંડનઃ શસ્ત્રો અને માદક દ્રવ્યોના કાળા વેપારમાં સામેલ એક ભારતીય મૂળના બ્રિટિશર સહિત 3ને કુલ 75 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. બોલ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા નાગિન્દર ગિલને 20 વર્ષ, કાર્લ ઇયાન જોન્સને 30 વર્ષ અને હાર્લી વાઇઝને 25 વર્ષની કેદ ફટકારી હતી. નાગિન્દર ગિલ એન્ક્રોચેટ પર ઇન્ડિયનઓશન હેન્ડલ દ્વારા આ અપરાધિક પ્રવૃતિ ચલાવી રહ્યો હતો.

નેશનલ ક્રાઇમ એજન્સીના જણાવ્યા અનુસાર આ 3ની ગેંગ મિલિટરી ગ્રેડના શસ્ત્રોની તસ્કરી અંગે વાતચીત કરતા હતા. બ્રાન્ચ કમાન્ડર જોન હ્યુજિસના જણાવ્યા અનુસાર આ અત્યંત ખતરનાક અપરાધીઓ હતા. તેમને સજા થતા સડકો સુરક્ષિત બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter