લંડનઃ બ્રેક્ઝિટ તરફી કન્ઝર્વેટિવ સાંસદો અને ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના દબાણને લીધે સરકારે મિલિટરી ગ્રેડની રાઈફલો પર પ્રતિબંધ લગાવવાની યોજના પડતી મૂકી હતી. હોમ સેક્રેટરી સાજિદ જાવિદે આ દરખાસ્ત પડતી મૂકી હતી. મિલિટરી દ્વારા ડિઝાઈન કરાયેલા શસ્ત્રો પર પ્રતિબંધના વિચારને પોલીસ ફોર્સનું સમર્થન હતું. આ શસ્ત્રો ખોટી રીતે આતંકવાદીઓાના હાથમાં જતા રહે તેવો ભય હતો.
નેશનલ ક્રાઈમ એજન્સીએ જણાવ્યું હતું કે આ રાઈફલો ખૂબ શક્તિશાળી હતી અને એક માઈલ દૂરના અંતરેથી પણ તે લોરીને ઉડાવી દે તેવી ક્ષમતા હતી. બ્રેક્ઝિીટ તરફી સાંસદોએ જણાવ્યું હતું કે પ્રતિબંધ અયોગ્ય ગણાશે અને કાયદાનું પાલન કરતા નાગરિકો માટે જોખમરૂપ નીવડશે. તેમણે ઉમેર્યું હતું કે કાયદેસરના શસ્ત્રોના ઉપયોગથી ખૂબ ઓછા પ્રમાણમાં ગૂના બન્યા છે.


