મિલિટરી ફંડિંગ નહિ મળે તો રાજીનામું આપીશઃ વેસ સ્ટ્રીટિંગ

Wednesday 29th July 2026 06:22 EDT
 
 

લંડનઃ યુકેના નવા ડિફેન્સ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે સ્પષ્ટ કર્યું છે કે મિલિટરીને પૂરતું ભંડોળ નહિ મળે તો તેઓ પદત્યાગ કરશે કારણકે સુરક્ષા પર પૂરતા નાણા ખર્ચવા તે સિદ્ધાંતની બાબત છે.

જો પ્રાઈમ મિનિસ્ટર એન્ડી બર્નહામ બ્રિટનના લશ્કરી ખર્ચમાં 4.7 બિલિયન પાઉન્ડની ખાઈ પૂરવા પૂરતું ભંડોળ નહિ ફાળવે તો તેઓ ડિફેન્સ સેક્રેટરી તરીકે રાજીનામું આપી દેશે તેવો ધડાકો વેસ સ્ટ્રીટિંગ કર્યો છે. અગાઉ, કેર સ્ટાર્મર સરકારમાં ડિફેન્સ સેક્રેટરી જ્હોન હિલીએ પણ આ જ કારણસર રાજીનામનું આપી દીધું હતું. હાલ, જ્હોન હિલી બર્નહામ સરકારમાં ચાન્સેલર છે. ગત મહિને પ્રસિદ્ધ ડિફેન્સ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (DIP)માં ખર્ચ વધારવા 15 બિલિયન પાઉન્ડ ફાળવવા ખાતરી અપાઈ હતી. જોકે ગત સરકારે ખાતરી આપેલી 5 બિલિયન પાઉન્ડની રકમ ફાળવાઈ ન હોવાનું બહાર આવ્યું છે. નવા ડિફેન્સ સેક્રેટરીએ હવે વચન આપ્યું છે કે DIPને સંપૂર્ણ ભંડોળ ફાળવાશે અને આગામી ફિસ્કલ ઈવેન્ટ્સમાં ચાન્સેલર જ્હોન હિલી તેની યોજનાઓ જાહેર કરશે.

ટાઈમ્સ રેડિયો સાથેની મુલાકાતમાં સ્પેન્ડિંગ પ્લાન્સને પરિપૂર્ણ કરવામાં નિ્ષ્ફળતા તેમને રાજીનામું આપવા લઈ જશે તેવા પ્રશ્નના ઉત્તરમાં ડિફેન્સ સેક્રેટરીએ કહ્યું હતું કે ચોક્કસ. મારા માટે આ સિદ્ધાંતની બાબત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ હોદ્દો સ્વીકારતા પહેલા ડિફેન્સ પાછળ પૂરતા નાણા ખર્ચાશે તેવી બાંયધરી તેમણે માગી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter