માન્ચેસ્ટરઃ મિસ્ટ્રેસ અને પત્ની સાથે જીવન જીવતા બિઝનેસમેન પતિ નરિન્દર સિંહ ઉપર ૬૨ વર્ષીય પત્ની જગીન્દરસિંહે નશાની હાલતમાં હુમલો કર્યો હતો. માન્ચેસ્ટર કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે નરિન્દરે નશાની હાલતમાં રહેલી જગીન્દરને ચેશાયરમાં હેલ બાર્ન્સ ખાતેના તેમના મકાનમાં લઈ જવાનો પ્રયાસ કરતાં જગીન્દરે તેના વાળ ખેંચીને લાફો મારી દીધો હતો. જગીન્દરે કોર્ટમાં ગુનો કબુલી લેતાં જજ બેલિન્ડા ક્રીકે તેને ૧૨ મહિનાનો શરતી ડિસ્ચાર્જ તેમજ ૨૦ પાઉન્ડનો વિક્ટીમ સરચાર્જ ચૂકવવા હુકમ કર્યો હતો.
આ વિસ્તારના શીખ સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતું આ દંપતી છેલ્લાં ૪૩ વર્ષથી સાથે રહે છે. પરંતુ, ૧૨ વર્ષ અગાઉ નરિન્દર અન્ય મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને તેનાથી તે મહિલાને બે સંતાન પણ થયા હતા.
નરિન્દર અઠવાડિયામાં થોડા દિવસ જગીન્દર સાથે અને બાકીનો સમય પ્રેમિકા સાથે રહેતો હતો તેથી જગીન્દરે તેને માર્યો હોવાનું મનાય છે. તેની પુત્રીને જગીન્દર પાસેથી વાઈનની બોટલ પણ મળી આવી હતી.

